+

PM મોદીની Papua New Guinea ની મુલાકાતથી ડ્રેગનના પેટમાં કેમ તેલ રેડાયું? જાણો

PM નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગીનીના એરપોર્ટ પર યજમાન…

PM નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગીનીના એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મરાપેએ (James Marape) પીએમ મોદીના (PM Modi) પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી (Narendra Modi) પપુઆ ન્યુ ગિનીની (Papua New Guinea) મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.

Papua New Guinea એ તોડી પોતાની પરંપરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કારણ કે પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) દેશમાં એવો નિયમ છે કે સૂર્યાસ્ત પછી ત્યાં આવનાર કોઈપણ વિદેશી નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદીનું (Narendra Modi) આગમન થતાં જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી (PM Modi) એવા પહેલા વ્યક્તિ છે જેમના માટે આ દેશે પોતાની જૂની પરંપરા તોડી છે.

કેમ તોડી પરંપરા?

પ્રશાંત મહાસાગરમાં આવેલો આ ટાપુ દેશ રાત્રીના પ્રહરમાં વિદેશી મહેમાનનું રાજકિય સમ્માન સાથે સ્વાગત નથી કરતું પણ ભારતનું મહત્વ અને વૈશ્વિક સ્તરે વધતી વડાપ્રધાન મોદીની વધતી શાખને જોતા ત્યાંની સરકારનો આ નિર્ણય લેવાયો.

ભારતીય સમુદાયના લોકોને મળ્યા PM Modi

Papua New Guinea માં વસેલા ભારતીય લોકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન અહીં પહોંચીને અનેક લોકો સાથે મુલાકાત કરી અનેક ભારતીય લોકોએ વડાપ્રધાન મોદીને ભેટ આપી સેલ્ફી પણ લીધી.

બંને દેશો માટે મહત્વની છે આ મુલાકાત

વર્ષ 1981માં પહેલીવાર કોઈ વડાપ્રધાન પ્રશાંત દ્વીપ દેશની યાત્રા ગયા હતા. તે વખતે ઈન્દીરા ગાંધીને ફિઝી દેશની મુલાકાત કરી હતી. જોકે ઈન્દીરા ગાંધીની ઐતિહાસિક યાત્રાના 33 વર્ષ બાદ વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફિઝીની મુલાકાતે પહોંચ્યા હતા. હવે 9 વર્ષ બાદ ફરીથી વડાપ્રધાન મોદી પ્રશાંત દ્વીપ દેશના પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની યાત્રા ભારત અને પ્રશાંત દેશોના સંબંધોને નવેસરથી આગળ વધારવાની પહેલ કરી છે.

ચીનની નજર છે આ દેશ પર

પાપુઆ ન્યુ ગિનીની વસ્તી 1.5 કરોડ છે. ચીને તેના ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ હેઠળ અહીં રોકાણ કર્યું છે. Papua New Guinea સોનું, તાંબા જેવા સમૃદ્ધ સંસાધનો ધરાવતો દેશ છે અને ચીનનો તેના પર ડોળો છે. ચીન સાથે ફ્રી ટ્રેડ ડીલ પણ કરવામાં આવી છે જે બંને દેશોની નિકટતા દર્શાવે છે. આવી સ્થિતિમાં PM મોદીની આ મુલાકાત આ ક્ષેત્રમાં સંબંધો વધારવાનો પ્રયાસ છે. PM મોદીએ આ મુલાકાત પહેલા કહ્યું કે, ‘હું પ્રશાંત દ્વીપના દેશોના નેતાઓ સાથે ક્લાઈમેટ ચેન્જ અને ટકાઉ વિકાસ, ક્ષમતા નિર્માણ અને તાલીમ, સ્વાસ્થ્ય કલ્યાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર વાતચીત કરવા આતુર છું.’

ભારતની મુલાકાતથી ચીનના કપાળે પરસેવો

Papua New Guinea નું ભૌગોલિક સ્થાન ખુબ વ્યૂવ્હાત્મક છે જે ઓસ્ટ્રેલિયાની ખુબ નજીક છે. અહીં ચીન મજબુત થશે તો ઓસ્ટ્રેલિયા માટે ખતરો વધશે અને અંતત: તે ક્વાડ માટે ખતરનાક હશે. ક્વાડ દેશોએ Papua New Guinea ને લાંબા સમય સુધી ઈગ્નોર કર્યું છે જેના કારણે ચીનને અહીં મોકળું મેદાન મળ્યું છે. અહીં ચીનના વધતા પ્રભાવથી સૌથી વધારે ચિંતા જગત જમાદાર અમેરીકાને છે પણ ભારતના વડાપ્રધાનની આ મુલાકાત નક્કી ચીનના પેટમાં તેલ રેડશે.

ચીન અને Papua New Guinea વચ્ચે સારા સંબંધો

ગત વર્ષે નવેમ્બરમાં Papua New Guinea ના વડાપ્રધાન મારાપે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેંકકોક મળ્યા હતા. અહીં તેમણે મરાપેને કહ્યું હતું કે બંને દેશો સારા દોસ્ત, સારા સહયોગી અને સારા ભાઈ છે. આ સિવાય જિનપિંગે મરાપેને ચીન આવવાનું નિમંત્રણ આપ્યુ. Papua New Guinea ના વધતા ઝુકાવે Quad (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરીકા) માટે એક આલાર્મ છે.

આ પણ વાંચો : PAPUA NEW GUINEA ના PM એ વડાપ્રધાન NARENDRA MODI ના ચરણસ્પર્શ કર્યા, આપવામાં આવ્યુ ગાર્ડ ઓફ ઓનર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter