+

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા

રાજ્યમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ સુરતના કામરેજમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ કપરાડા, આણંદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો નડિયાદ, ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો કોડીનાર, વાપી, ઓલપાડ, વંથલીમાં 2.5…

રાજ્યમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ
સુરતના કામરેજમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
કપરાડા, આણંદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો
નડિયાદ, ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો
કોડીનાર, વાપી, ઓલપાડ, વંથલીમાં 2.5 ઇંચ વરસાદ
કેશોદ, માળિયા-હાટીના, માણાવદરમાં 2 ઇંચ વરસાદ
માણાવદર, પારડી, માંગરોળ,મેંદરડામાં 2 ઇંચ વરસાદ
સુરત શહેર, તાલાલા, રાજુલામાં 2 ઇંચ વરસાદ
અન્ય તાલુકામાં 1 થી દોઢ ઇંચ સુધીનો વરસાદ

 

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે  હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની  આગાહી  કરવામાં  આવી છે  ત્યારે  જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતી છે. આજે કચ્છ, જામનગર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી ગીર સોમનાથ, બોટાદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે.

હવામાન  વિભાગે છેલ્લા 24  કલાકના વરસાદના આંકડાઓ જાહેર કર્યા  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, તા. 27, 28, 29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે. 26 થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ત્યારે  બીજી  તરફ  26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં તા. 1 થી 15 તારીખ સુધીમાં વધુ એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થવાની સંભાવના છે. ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

આ પણ  વાંચો-છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? જાણો તમારા તાલુકાની સ્થિતિ, આ રહ્યાં આંકડાઓ

 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter