Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે કેવી છે રિષભ પંતની તબિયત? સામે આવ્યું આ હેલ્થ અપડેટ

04:53 PM Apr 29, 2023 | Vipul Pandya

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અને શાનદાર વિકેટકીપર રિષભ પંત શુક્રવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે પંતની કાર રેલિંગ સાથે અથડાઈ અને તેના ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટના રૂંડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ પાસે થઈ હતી. આ અકસ્માતમાં રિષભ પંત પણ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક દિલ્હી રિફર કરવામાં આવ્યો હતો. હવે તેના હેલ્થને લઇને અપડેટના સમાચાર સામે આવી રહ્યા છે. 
રિષભ પંતને પ્રાઈવેટ વોર્ડમાં કરાયો શિફ્ટ
મહેન્દ્રસિંહ ધોની બાદ ટીમ ઈન્ડિયામાં રિષભ પંતને સૌથી પ્રભાવશાળી વિકેટકીપર તરીકે જોવામાં આવે છે. જોકે, થોડા દિવસો પહેલા થયેલા તેના ભારે અકસ્માત બાદ હવે તેના ક્રિકેટના મેદાને આવવામાં સમય લાગી શકે છે. વળી તાજેતરમાં તેના હેલ્થ વિશે અપડેટ સામે આવ્યા છે. જે મુજબ રિષભની તબિયતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રિષભ પંત ICU વોર્ડમાંથી બહાર આવી ગયો છે અને તેને પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. રિષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લગભગ 48 કલાક ICU વોર્ડમાં રહ્યો હતો. પાંચ નિષ્ણાત તબીબોની ટીમ તેની સારવાર કરી રહી છે. આ ટીમ 24 કલાક તેના પર નજર રાખી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ICU વોર્ડમાં સંક્રમણના જોખમને ટાળવા માટે તેને ખાનગી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

મેક્સ હોસ્પિટલના ડોક્ટરનું શું કહેવું છે?
દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિષ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ઓર્થોપેડિક અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ પંતની સારવાર કરી રહી છે. અકસ્માતથી તેના ચહેરાની ઇજાઓ અને સ્ક્રેચને સુધારવા માટે તેણે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. જણાવી દઈએ કે શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની લક્ઝરી કારમાં આગ લાગી ત્યારે રિષભ પંતનો આબાદ બચાવ થયો હતો. પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા રુંડકી જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે 25 વર્ષીય પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સવારે સાડા પાંચ વાગ્યે આ અકસ્માત થયો હતો.
હોસ્પિટલ મેનેજમેન્ટે સામે આ એક મોટો પડકાર
હોસ્પિટલ મેનેજમેન્ટે પંતને મળવા લોકોની ભીડને મોટી સમસ્યા ગણાવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે તેમની પાસે પંત માટે મુલાકાતીઓને ફિલ્ટર કરવાની કોઈ પદ્ધતિ નથી. મુલાકાતનો સમય સવારે 11 થી 1 અને સાંજે 4 થી 5 છે. આ સમય દરમિયાન માત્ર એક જ વ્યક્તિ દર્દીને મળી શકે છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો પંતને મળવા આવી રહ્યા છે. આ એક મોટી સમસ્યા છે.
રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે : DDCA ડિરેક્ટર
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું છે કે, “રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને રિષભ પંતને પ્રાઈવેટ વોર્ડમાં એક પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.” ડોક્ટરોએ ગઈકાલે સાંજે પંતને પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કર્યો હતો. શ્યામ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પંતના લિગામેન્ટની સારવાર અંગે BCCI નિર્ણય લેશે. BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંતના કપાળ પર બે કટ થયા છે, તેના જમણા ઘૂંટણમાં ફાટેલું લિગામેન્ટ છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, અંગૂઠા અને પીઠ પર ઉઝરડા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.