Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આણંદ પાસે દારુના નશામાં ધૂત બનેલા કોંગી MLA પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયારે સર્જ્યો અકસ્માત, 6ના કરુણ મોત

07:48 PM Apr 17, 2023 | Vipul Pandya

આણંદ પાસે દારુના ચિક્કાર નશામાં ધૂત બનેલા કોંગ્રેસના MLA પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયારે પોતાની SUVકારથી ભયાનક અકસ્માત સર્જતા 6 વ્યક્તિના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્યનો જમાઇ કેતન દારુના નશામાં લથડીયા ખાતો હોવાનો વિડીયો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ ધારાસભ્યના જમાઇ કેતન સામે ફિટકાર વરસી રહ્યો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ રહી છે. દારુના નશામાં ધૂત કોંગી ધારાસભ્યના જમાઇએ પરિવારને વિખેરી નાંખ્યો છે. 
ઘટના બાદ લોકોમાં ભારે આક્રોષ ફાટી નિકળ્યો છે અને શું ધારાસભ્યનો જમાઇ જ આરોપી હોવાથી તેને છોડી મુકાશે અને 6 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયાર સામે કડક કાર્યવાહી કરાશે તેવો સવાલ પુછાઇ રહ્યો છે. કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયારને કાર પાછળ ગુજરાત MLA લખવાનો અધિકાર કોણે આપ્યો તે સવાલ પણ પુછાઇ રહ્યો છે. 
 આણંદ જિલ્લામાં ગુરુવારે સાંજે સર્જાયેલા દુ:ખદ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.સોજીત્રા ગામ નજીક એક સ્પીડમાં આવતી SUVના કાર ચાલક કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયારે  ઓટો-રિક્ષા અને એક મોટરસાઇકલ સાથે ટક્કર કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 
કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયારે દારુના નશામાં 6 લોકોના જીવ લીધા છે. ગુરુવાર સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.  કાર, ઓટો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.  કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આણંદ શહેરને તારાપુરથી જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે, ઓટો રિક્ષામાં સવાર ચાર લોકો અને બાઇક પર સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે કારથી આ અકસ્માત સર્જાયો તેના પર ગુજરાત MLA લખેલું હતું. 
કાર ચાલક કેતન પઢીયાર ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો હતો પણ તે દારુના નશામાં ધૂત હોવાથી લથડીયા ખાતો હતો અને પોતાની જાતને પણ સંભાળી શકતો ન હતો અને તે પ્રકારનો વિડીયો બહાર આવ્યો છે. 

કાર ચાલક  કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયાર વિરુદ્ધ બેદરકારીના આરોપમાં કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે  આરોપી કાર ડ્રાઈવર કોંગ્રેસના ધારાસભ્યપૂનમ પરમારનો જમાઈ છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર ચાર લોકો અને બાઇક પર સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરિવારના સભ્યો રક્ષાબંધનનો તહેવાર મનાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદના સોજીત્રા પાસે આ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.
જે કાર ચાલકે અકસ્માત સર્જયો તે કાર ચાલક સોજીત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ કેતન પઢીયાર હોવાનું બહાર આવ્યું છે અને તે દારુના ચિક્કાર નશામાં હોવાનો આરોપ કરાયો છે. વાયરલ થયેલા એક વિડીયોમાં કોંગ્રેસના ધારાસભ્ય પુનમ પરમારનો જમાઇ કેતન લથડીયા ખાઇ રહ્યો હોવાનું જોવા મળે છે. 
કારમાંથી MLA ગુજરાત લખેલી નેઇમ પ્લેટ પણ મળી આવી છે. કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ કેતન પઢીયાર નશામાં ધૂત બનીને કાર ચલાવતો હોવાનો મૃતકના પરિવારે આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. દારુના નશામાં કાર ચલાવાના કારણે 6 લોકોના જીવ ગયા છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પરિવારજનો કરી રહ્યા છે. 
ગુજરાતમાં વર્ષોથી દારુબંધી હોવાના પોકળ દાવા કરાઇ રહ્યા છે. આમ છતાં દારુ ધુમ વેચાઇ રહ્યો છે. દારુબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ સર્જાઇ રહ્યા છે અને તાજેતરમાં 50થી વધુ લોકોના મોત પણ થયા છે અને હવે સોજીત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢીયારે દારુના નશામાં 6 લોકોના જીવ લઇ લીધા છે.
જો કે ધારાસભ્ય પૂનમ પરમારે અકસ્માત બાદ લૂલો બચાવ કર્યો હતો અને મારો જમાઇ નશામાં ના હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે સ્વીકાર્યુ હતું કે મારા જમાઇથી અકસ્માત થયો છે. 
આ ઘટના બાદ સવાલ પુછાઇ રહ્યો છે કે શું ધારાસભ્યનો જમાઇ ધારાસભ્યનો રુઆબ કરશે ? શું ધારાસભ્યનો જમાઇ હોવાથી તેને છોડી દેવાશે ? શું ધારાસભ્યનો જમાઇ નશામાં હતો ? 6 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ધારાસભ્યના જમાઇ સામે કડક કાર્યવાહી કરાશે?  કાર પાછળ એમએલએ લખવાનો અધિકાર કોણે આપ્યો ?
સાંસદ મિતેશ પટેલે કહ્યું કે ધારાસભ્યનો જમાઇ ધારાસભ્યની કાર ચલાવી ના શકે. જમાઇ નશાની હાલતમાં કાર ચલાવતા હતા. 
આ ઘટનામાં યાસીનભાઈ મહંમદભાઈ વોરા, જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી,  યોગેશભાઈ રાજુભાઈ અને  સંદીપ ઠાકોરભાઈના મોત થયા છે. 
ઉલ્લેખનિય છે કે  2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બીએમડબલ્યુ કારમાં સવાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં શિવમ દવે અને રાહુલ પટેલના મોત થયા હતા. આ ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.
બીજી તરફ આણંદના મદદનીશ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આણંદમાં સાંજે લગભગ 7 વાગ્યે કાર, બાઇક અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. ઓટોમાં સવાર ચાર લોકો અને બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને કાર ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ સંબંધમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે, કાર કેતન નામના વ્યક્તિની છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાર માલિક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અકસ્માત અંગે વધુ વિગતો તપાસ બાદ જાણવા મળશે.