Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પશ્ચિમ બંગાળમાં ભયાનક અકસ્માત, 1નું મોત અને 45 ઘાયલ

06:25 AM Apr 22, 2023 | Vipul Pandya

શિયાળાના સમયમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ધુમ્મસના કારણે અનેક માર્ગ અકસ્માત થતા હોય છે. ઘણીવાર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે અનેક અકસ્માત થતા હોય છે. હાલમાં પશ્ચિમ બંગાળથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ગઈ કાલે રવિવારના દિવસે પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં યાત્રીઓ ભરેલી ખચાખચ બસ અચાનક પલટી ગઈ હતી. આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ માર્ગ અકસ્માતના ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ધુમ્મસથી ઘેરાયેલા એક રસ્તાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પરથી થોડા વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે. તેવામાં એક યાત્રીઓથી ખચાખચ ભરેલી બસ ફૂલ સ્પીડમાં આવતી જોવા મળે છે. ફૂલ સ્પીડમાં આવી રહેલી આ બસ અચાનક પલટી જાય છે. જેને કારણે બસની ઉપર બેઠેલા યાત્રીઓ નીચે પડે છે અને બસ નીચે કચડાઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બસ પરથી પહેલા નીચે પડેલા યાત્રી પર જોરથી બસ પડે છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.