Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બીપરજોય વાવાઝોડાથી કોઈ જાનહાનિ ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા: સી.આર.પાટીલ

03:00 PM Jun 16, 2023 | Vishal Dave

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ધ્યાન રાખી રહ્યા હતા.

હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય. ગુજરાત સરકારે પ્રજાની સાથે અબોલા પ્રાણીઓની પણ ચિંતા કરી છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અબોલા જીવ માટે તેમની સ્થળાંતરની સાથે તેમના માટે ચારાની વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ હતી. સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયત્નો કર્યા સાથે તે બહેનોને કે આવનાર બાળકને નુકશાન ન થાય તેના માટે સરકાર તેમજ આશાવર્કર બહેનોનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, ગુજરાત સરકારે ભારે પવન ફૂંકાવાના કારણે રસ્તા પર પડેલા ઝાડના કારણે રસ્તા બંધ થઈ ગયા હોય તેને ઝડપથી ફરી કાર્યરત કરવા માટે જે.સી.બી તેમજ તેને ઝડપથી હટાવવાના સાધનો દ્વારા વનવિભાગ સુસજ્જ છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના સૌ લોકોનો સાથ અને સહકાર મળવાને કારણે આજે જે વિકરાળ સ્વરૂપ ધરાવતા આ વાવાઝોડામાંથી આપણે સૌને ભય હતો તે ભયમાંથી મહદ અંશે જે નુકશાનની અપેક્ષા હતી તેમાંથી આપણે સૌ ખૂબ સારી રીતે બહાર નીકળી શક્યા છીએ.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કુદરતી આફતો સામે લડવાની પૂર્વ તૈયારીઓ કરે છે અને આફત પછી પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેના પ્લાનિંગ હોય છે.

અંતમાં શ્રી પાટીલજીએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે, માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ ગુજરાતની પ્રજાએ જે સાથ અને સહકાર આપ્યો છે તે માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.