+

Gujarat ATS : તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના ઘેર ATS નું સર્ચ

Gujarat ATS : જૂનાગઢમાં બહાર આવેલા મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના ઘેર ગુજરાત એટીએસ (Gujarat ATS)ની ટીમ પહોંચી હતી અને તરલ ભટ્ટના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હોવાની માહિતી મળી…

Gujarat ATS : જૂનાગઢમાં બહાર આવેલા મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના ઘેર ગુજરાત એટીએસ (Gujarat ATS)ની ટીમ પહોંચી હતી અને તરલ ભટ્ટના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. તરલ ભટ્ટના ઘર વિશે તથા બેંક એકાઉન્ટ સહિત વિવિધ મુદ્દાની ઝીણવટભરી તપાસ કરાઇ હોવાનું બહાર આવ્યું છે. તરલ ભટ્ટના ઘેર ગુજરાત એટીએસ દ્વારા સર્ચ કરાયું હતું. ઉલ્લેખનિય છે કે ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઇ ગયા છે.

તરલ ભટ્ટનો તોડકાંડ બહાર આવ્યો

પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા છે.

કેવી રીતે કરોડોનો તોડકાંડ સામે આવ્યો ?

કેરલાના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ Cyber Crime Cell ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે Junagadh Cyber Crime Cell નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. Junagadh Cyber Crime Cell ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ. એમ. ગોહિલ અને ASI દિપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી Junagadh Range ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી હતી.

માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પણ લોકોને ED ના નામે ડરાવી તોડ કર્યો

આ ઉપરાંત એ પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જુનાગઢ પોલીસની જેમ જ માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પણ લોકોને ED ના નામે ડરાવી તરલ અને તેમની ટોળકીએ રીતસરની લૂંટ શરૂ કરી હતી. આ મામલે રચાયેલી SIT ના અધ્યક્ષ ભારતી પંડ્યાએ DGP સમક્ષ આખો તોડકાંડ ઉઘાડો પાડી દીધો હતો. SMC ને પણ સટ્ટાકાંડની તપાસ દરમિયાન ભટ્ટ અને તેની ટોળકીના કારનામાઓની જાણ થઈ હતી.

ગુજરાત એટીએસ તરલ ભટ્ટના ઘેર પહોંચી તેના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા

દરમિયાન 31મી જાન્યુઆરીએ તોડબાજ પોલીસ અધિકારી તરલ ભટ્ટના ઘેર ગુજરાત એટીએસ દ્વારા ઝીણવટભરી તપાસ કરાઇ હતી. ગુજરાત એટીએસ તરલ ભટ્ટના ઘેર પહોંચી તેના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેમાં ત્રણ ગાડીમાં ગુજરાત એટીએસના અધિકારીઓ તરલ ભટ્ટના ઘેર પહોંચે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

અંદાજે દોઢ કલાકથી વધુ સમય તપાસ

ગુજરાત એટીએસની ટીમ તરલ ભટ્ટના ઘેર અંદાજે દોઢ કલાકથી વધુ સમય રોકાઇ હતી અને તરલ ભટ્ટના પરિવારના સભ્યોની ઉંડી પૂછપરછ કરી હતી. ગુજરાત એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું પણ જાણવા મળે છે.

આ પણ વાંચો—-TARAL BHATT : 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં માનવતા ભારે પડી, તરલ ભટ્ટે મહાકાંડ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter