Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DySP Transfer : ગૃહ વિભાગે મોટો લોચો માર્યો, રજૂઆત-ફરિયાદો બાદ ભૂલ સુધારી

03:07 PM Mar 15, 2024 | Bankim Patel

DySP Transfer : ગુજરાત સરકારના ગૃહ વિભાગે લોકસભા-2024ને અનુલક્ષીને ગુરૂવારે સાંજે 64 ડીવાયએસપીઓની બદલીઓ (DySP Transfer) કરી હતી. તાલીમમાંથી પરત ફરેલા 8 IPS અધિકારીઓની નિમણૂંક અને 1 PI ની બઢતી સાથે બદલી થઈ. જો કે, ચર્ચામાં માત્ર એક જ DySP છે અને તે પણ તેમના કારનામાઓના કારણે. ડીવાયએસપી હિંમાશુ પી. દોશી (DySP Himanshu Doshi) ગૃહ વિભાગે મારેલા લોચાના કારણે ભારે ચર્ચામાં આવ્યા છે.

રાજનેતાના માનીતા એચ. પી. દોશીની થઈ હતી બદલી

હિમાંશુ પી. દોશીના અનેક રાજનેતાઓ સાથે ગાઢ સંબંધ છે. જો કે, H P Doshi અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો નાતો કંઈક અલગ જ છે. રૂપાણીના શાસનકાળમાં પોલીસ અધિકારી એચ. પી. દોશીએ મનગમતા પોસ્ટિંગ મેળવ્યા હતા. દોશીએ ફરજકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં જ નોકરી કરી છે અને પોતાનો સિક્કો જમાવ્યો છે. ત્રણેક વર્ષ અગાઉ રાજકોટ એસીબી (Rajkot ACB) ખાતેથી એચ. પી. દોશીની બદલી કરવાની રૂપાણી સરકારને ફરજ પાડવામાં હતી. રૂપાણી સાથેના ગાઢ સંબંધોના કારણે દોશીને સૌરાષ્ટ્રમાં જ (Surendranagar SDPO) રહેવાનો મોકો મળી ગયો હતો.

બદલીના હુકમ થતાં સરકારમાં ફોન શરૂ થયાં

64 ડીવાયએસીપીની બદલીઓ (DySP Transfer) ના હુકમ થતાંની સાથે જ એચ. પી. દોશી ચર્ચામાં આવી ગયા હતા. “રૂપાણી સરકારની જેમ દોશીએ પટેલ સરકારમાં પણ ગોઠવી લીધું અને ACB માં ફરી ગોઠવાઈ ગયા” આ ચર્ચાએ વેગ પકડતાં વાતો ગાંધીનગર સુધી પહોંચી. દોશીની બદલી ACB માં થઈ હોવાની વાત સામે આવતાં ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના ફોન ફરિયાદ-રજૂઆતો માટે રણકી ઉઠ્યાં હતા. ગૃહ વિભાગે (Home Department Gujarat) કરેલી એક ભૂલના કારણે દોશીનો ભૂતકાળ અને વર્તમાન ચર્ચામાં આવી ગયો. જો કે, ગૃહ વિભાગે ગણતરીના સમયમાં જ એચ. પી. દોશીની બદલી એસીબી અમદાવાદ (ACB Ahmedabad) ના સ્થાને રદ કરી પોલીસ ટ્રેનિંગ સેન્ટર સોરઠ ચોકી (Sorath Choki) ખાતે કરી દીધી હતી.

DySP Transfer બાદ દોશીના કારનામાઓ ફરી ચર્ચામાં

જામનગર અને એસીબીમાં ફરજ દરમિયાન એચ. પી. દોશી અનેક વખત વિવાદમાં આવી ચૂક્યાં છે. સત્તાનો દૂરઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરનારી Gujarat ACB માં રહીને એચ. પી. દોશીએ સત્તાનો ભરપૂર દૂરઉપયોગ કર્યો હોવાની ચર્ચાઓ ફરીથી ઊઠી છે. એસીબી અધિકારી તરીકે મહેસૂલ વિભાગ (Revenue Department) માં હિમાંશુ દોશીએ ભારે પકડ બનાવી હતી. સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે. રાજેશ (K Rajesh IAS) સાથે મળીને કરોડો રૂપિયાની જમીનમાં દોશીએ ખેલ ખેલ્યો હોવાની પણ ચર્ચાઓ છે. જામનગરની કરોડોની જમીનના વિવાદમાં વકીલ કિરીટ જોશીની હત્યા (Kirit Joshi Murder) કરાવનારા ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) ને લઈને પણ એચ. પી. દોશી (તત્કાલિન PI Jamnagar) અનેક વખત ચર્ચામાં રહ્યાં છે. આ ઉપરાંત એક પક્ષ પલટુ નેતાના ઈશારે જામનગર સ્થિત મહાકાય કંપનીના કામોમાં પણ એચ. પી. દોશી સળીઓ કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો – PI TARAL BHATT CASE : જુનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર PI તરલ ભટ્ટના વધુ એક સાથીદારની ધરપકડ

આ પણ વાંચો – Gujarat Police : એક PI ની બઢતી, 64 DySP ની બદલી, 8 પ્રોબેશનરી IPS ની નિમણૂંક

આ પણ વાંચો – મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર