Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માત્ર ઉમેદવાર હસમુખ પટેલને જીતાડવા નહિ, ભુપેન્દ્ર પટેલને CM બનાવવા મત આપો: ગૃહમંત્રીશ્રી

08:38 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Elections 2022) માહૌલ જામેલો છે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1લી તારીખે થવાનું છે અને 1લી તારીખ માટેન પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. જ્યારે બીજા તબક્કાનું 5મી તારીખે જે મતદાન થવાનું છે. તેનો પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે અમરાઈવાડી વિધાનસભામાં બેઠક (Amraiwadi Assembly Constituency) પર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) જાહેરસભા સંબોધી હતી.
ગુજરાતમાં શાંતિ સ્થપાઈ
તેમણે કહ્યું કે, કોંગ્રેસીયાઓના રાજમાં અમદાવાદમાં (Ahmedabad) માફિયાઓનું રાજ હતું. રાધિકા જીમખાનામાં AK47 ચાલતી હતી. સ્ટેબિંગ રોજ થતા અને હોસ્પિટલમાં ઘાયલોની લાઇન લાગતી. કોંગ્રેસની વોટબેન્કની લાલચના લીધે કોમી હુલ્લડ થતા. ચાર વખત રથયાત્રા બહાર નથી નીકળવા દીધી. આજે શાન સાથે રથયાત્રા નીકળે છે. કોઈ કાંકરી ચાળો થતો નથી. 2002 માં રમખાણ કરનારને પાઠ ભણાવ્યા અને આજ સુધી કોઈ કરફ્યુ નથી મુકાયો. રમખાણ કરનારાઓએ ગુજરાત છોડી દીધું છે. મોદીજીએ સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થાપી છે. RDX સહિતના શસ્ત્રો પકડ્યા, સરહદોની સુરક્ષા સધન બનાવી.
ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા મત આપજો
તેમણે જણાવ્યું કે, અમરાઈવાડીના લોકો આ વખતે માત્ર ઉમેદવાર હસમુખ પટેલને (Hasmukh Patel) જીતાડવા નહિ, પણ ભુપેન્દ્ર પટેલને (Bhupendra Patel) મુખ્યમંત્રી બનાવવા મત આપજો. ભાજપ વિકાસના મંત્રને લઈને ચાલે છે. સાબરમતિમાં રેતીના ઢગલા રહેતા આજે તેમાં પાણી છે અને આકર્ષર રિવરફ્રન્ટ બનાવ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ કરી. તૈયાર રહો 2036 નું ઓલમ્પિક અમદાવાદમાં આવવાનું છે. મોદીજીએ સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થાપી છે.

કોરોના વેક્સિન
તેમણે કહ્યું કે, અમરાઈવાડીના મારા મિત્રો તમે જણાવો કે કોરોનામાં પંજાવાળા ક્યાંય દેખાયા હતા, ઝાડુંવાળા ક્યાંય દેખાયા હતા, હવે આવે તો પુછજો કે એ લોકોને પુછજો કે એ વખતે ક્યાં ગ્યા તા. આપણાં નરેન્દ્રભાઈએ 130 કરોડની જનતાને 230 કરોડ ડોઝ લગાવી સમગ્ર ભારતને સુરક્ષિત કર્યું. ગરીબો સુધી ગેસ સિલિન્ડ, અનાજ, વિજળી હવે નળથી જળ પહોંચાડવાનું કામ કરે છે.
રામમંદિર
તેમણે કહ્યું કે, એક સદીમાં ના ખાય તેટલા કામ મોદીજીએ કર્યાં છે. કોંગ્રેસિયાવે રામમંદિર (Ram Mandir) બનવા ના દીધું, કોંગ્રેસીઓ તેની વોટબેંકથી ડરતા હતા. એક દિવસ સવારમાં જયશ્રી રામ કરીને ભૂમિ પુજન કરવાનું કામ કરી નાખ્યું. 2019 રાહુલ બાબા કોંગ્રેસના અને હું ભાજપનો પ્રમુખ હતો ત્યારે રાહુલ બાબા કહેતા કે, મંદિર વહી બનાએગેં તીથી નહી બતાએગેં, અમરાઈવાડીવાળા તમે સાંભળો હું તારીખ જણાવું છું. 1લી જાન્યુઆરી 2024ના દિવસે ગગનચૂંબી રામમંદિર બનશે. (Shri Ram Mandir Ayodhya Opening Date)
જમ્મુ કાશ્મીર
તેમણે કહ્યું કે, તમે કહો આ કાશ્મીર આપણું ખરું કે નહી. 370 ની કલમ હટવી જોઈએ કે નહી. નરેન્દ્રભાઈએ 370 અને 35એ હટાવવાનું કામ કર્યું. જ્યારે આ બીલ લઈને સંસદમાં ઉભો હતો ત્યારે આ બધા કોંગ્રેસ, સપા, મમતા, AAP બધા જ કાઉં કાઉં કરતા હતા કે 370 હટશે તો દેશમાાં લોહીની નદીઓ વહેશે. અરે રાહુલ બાબા 3 વર્ષ થઈ ગયા કાંકરીચાળો નથી થયો. નરેન્દ્રભાઈએ ભારત માતાના મુકુટમણી કાશ્મિરને ભારતમાં પ્રસ્થાપિત કરી તિરંગો લહેરાવ્યો. નરેન્દ્રભાઈએ દેશને  આતંકવાદને મુક્ત કરી સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરી. તે વખતે અરવિંદ કેજરીવાલ અને રાહુલ બાબા કહેતા સાબિતી લાવે અરે અકલના ઓથમિરો આની સાબિતી ના હોય પાકિસ્તાનનું ટીવી શરૂ કરો ત્યાં છાતીઓ પીટાય છે તે પુરાવો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.