+

CAA : અમેરિકામાં હિન્દુ સંગઠને CAA ના અમલ પર ખુશી વ્યક્ત કરી, કહ્યું- ‘પ્રતીક્ષા પૂરી થઈ’

CAA : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિકતાનો રસ્તો સાફ થઈ…

CAA : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિકતાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિશ્વભરના હિન્દુ સંગઠનો આ કાયદાના અમલની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકામાં પણ હિંદુ સંગઠનોએ નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ અંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ કહ્યું કે ભારતમાં CAAની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેનો અમલ કરવાની પણ જરૂર હતી. હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. શરણાર્થીઓને આ કાયદાથી રક્ષણ મળશે.

આ પહેલા સોમવારે CAA કાયદાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે ભારતમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAA ના નિયમો અમલમાં આવી ગયા છે. તેના પર હિંદુ અમેરિકન જૂથોએ કહ્યું કે CAA ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તે અમેરિકામાં શરણાર્થીઓ માટે કરવામાં આવેલા લૌટેનબર્ગ સુધારાને પ્રતિબિંબિત કરે છે.

CAA rules implemented in India, Home Ministry issued notification

CAA rules implemented in India

‘પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દલિત લઘુમતીઓ માટે મોટી જીત’

અમેરિકન હિંદુ સંગઠન એટલે કે HAF એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેટલીકવાર CAA ને લઈને ખોટી માહિતી આપવામાં આવે છે. CAA કોઈપણ ભારતીય નાગરિકના અધિકારોમાં ફેરફાર કરતું નથી કે તે સામાન્ય ઈમિગ્રેશન માટે ચેક સ્થાપિત કરતું નથી. તે મુસ્લિમોને ભારતમાં આવતા અટકાવતું નથી. ઉત્તર અમેરિકાના હિંદુઓના ગઠબંધનના પુષ્પિતા પ્રસાદે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા ધાર્મિક લઘુમતીઓના માનવાધિકાર માટે આ એક મોટી જીત છે. તેમણે કહ્યું કે ભારતમાં રહેતા લોકો પર CAAની કોઈ અસર નહીં થાય.

જાણો શું છે CAA?

CAA નોટિફિકેશન બહાર પડવાથી, 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળવાનું શરૂ થઈ જશે. સીએએના નવા કાયદા હેઠળ, મોદી સરકાર હવે 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે.

PM Modi-AmitShah

PM Modi-AmitShah

નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?

નવા CAA કાયદા હેઠળ, મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે CAA ડિસેમ્બર 2019માં પસાર કરવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને આજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયે પોર્ટલ તૈયાર કર્યું

ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.

આ પણ વાંચો : Haryana : મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ધારાસભ્યનો દાવો – ખટ્ટર જ ફરીથી શપથ લેશે…

આ પણ વાંચો : Haryana : મેં ત્રણ મહિના પહેલા…, હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટવા પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા…

આ પણ વાંચો : West Bengal: ડિવોર્સી કપલ ચૂંટણી મેદાનમાં સામસામે, રોચક મુકાબલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter