Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિધર્મી યુવક સાથેના લગ્ન હિન્દુ યુવતીને પડ્યા ભારે, અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ ખુલતા આપી ગર્ભિત ધમકી

05:21 AM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદ શહેરમાં નિકોલમાં રહેતી અને સેવન સ્ટાર હોટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ પતિ સહિત 4 સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. હિન્દુ યુવતીને હોટલમાં સાથે કામ કરતા મુસ્લિમ યુવક સાથે પ્રેમ થતા તેણે કોર્ટ મેરેજ કર્યા પરંતુ થોડા સમય બાદ જ સાસરિયાઓએ જુદી જુદી બાબતે ત્રાસ આપી હેરાન કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થતા કર્યા કોર્ટ મેરેજ
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલેલ છે) વર્ષ 2008માં ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. જે સમયે ખાલીદઅલી ઉર્ફે આદીલઅલી પણ ત્યાં નોકરી કરતો હોવાથી યુવતીને પરિચય થયો હતો. જે મિત્રતા ગાઢ થતા ખાદીલે નિશાને લગ્ન માટેનો પ્રસ્તાવ મુકતા નિશાને પણ ખાલી પસંદ હોવાથી તેણે લગ્નની હા પાડતા 6 જાન્યુઆરી 2014ના રોજ આગ્રા ખાતે બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા.
લગ્નના 5 મહિના બાદ મુસ્લીમ ધર્મ મુજબ થયા નિકાહ
જેના 5 મહિના બાદ નિશાના પતિ ખાલીદઅલીએ આગ્રામાં ઘરે મોલવીને બોલાવી મુસ્લીમ ધર્મ મુજબ મોલવી પાસે નિકાહ કરાવ્યા હતા અને મુસ્લીમ ધર્મ મુજબ નિશાનું નામ બદલ્યું હતું. જે લગ્ન ગાળા દરમિયાન નિશાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ નિશા ખાલીદઅલી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા દિવસ પછી નિશાને પતિ આદીલખાને નોકરી કરવાની ના પાડીને નોકરી છોડાવી હતી અને સાસુ નસીમબેગમ દ્વારા નિશાને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવારનવાર ટોણા મારી હેરાન કરાતી હતી.
નમાઝ અને કુરાન પઢવા અંગે કરાતી હેરાન
યુવતીના જેઠ તેના હાથે બનાવેલી રસોઈ ખાતા ન હોય અને સામે આવવાની ના પાડી હેરાન કરતા અને નણંદ ઘરે આવીને નમાઝ અને કુરાન પઢવા બાબતે હેરાન કરતી હતી. જેથી લગ્નના બે વર્ષ પછી નિશા પતિ સાથે અલગ રહેવા ગઈ હતી.  જે બાદ આદીલખાને નિશાને ઘરમાં જ રહેવાનું કહીને બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો  હતો. સાથે જ પોતે ઘરે મોડી રાત્રે આવતો હોય જે બાબતે નિશા પુછતા ઝધડો કરી મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.
– સાસરિયાઓ બાળકોની પણ ન રાખતા સંભાળ
નિશાએ દિકરીને જન્મ આપ્યો તે સમયે સાસુ, જેઠ કે નણંદ જોવા પણ ન આવતા નિશા દિકરીની સારસંભાળ માટે માતાના ઘરે નિકોલ આવી ગઈ હતી.  5 માસ જેટલો સમય નિશા અમદાવાદ રહી પરંતુ પતિ આલીલખાન લેવા ન આવતા માતા આગ્રા મુકી ગયા હતા. 13 ઓગસ્ટ 2020ના રોજ નિશાએ દિકરાને જન્મ આપ્યો હતો જે બાદ પણ સાસરિયાઓ નિશા કે તેના બાળકોની સારસંભાળ ન રાખતા હોવાથી નિશાના માતા ફરી તેને અમદાવાદ લાવી હતી.થોડા સમય બાદ નિશાની માતા તેને આગ્રા મુકી ગઈ હતી.
પોલીસમાં જમા બંદુક પરત આવતા જોઈ લેવાની ધમકી
એક દિવસ નિશાએ પતિ આદીલખાનનો મોબાઈલ ચેક કરતા અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા.જેથી નિશા ગભરાઈ જતા બિમારીનુ બહાનુ બતાવી  માતાને આગ્રા ખાતે બોલાવ્યા હતા. અને બાળકો સાથે ફેબ્રુઆરી 2022માં પિયરમાં નિકોલ ખાતે આવી હતી. નિશાએ પતિને આ મામલે ફોન કરી પુછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોસીસ સ્ટેશન ખાતે જમા છે, જે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ. 
માથા ભારે પતિથી ડરીને યુવતી આવી અમદાવાદ
નિશાનો પતિ આદીલખાન ખૂબ જ માથાભારે હોય અને અસામાજીક તત્વો સાથે સંબંધો ધરાવતો હોવાથી તે પરત આગ્રા ગઈ ન હતી અને અંતે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ આદીલખાન સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.