Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

HIMATNAGAR : અહી ચેટીચાંદની યાત્રામાં મતદાન જાગૃતિ અભિયાનના ટેબ્લો પણ જોડાયા, વાંચો અહેવાલ

08:54 PM Apr 10, 2024 | Harsh Bhatt

HIMATNAGAR : હિંમતનગરમાં ( HIMATNAGAR ) બુધવારે ચેટીચાંદ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રામાં મહાકાલ ટીમ દ્વારા વિવિધ શિવજીના પાત્રો અને પ્રસંગોની આબેહુબ રજુઆત કરી હતી તથા લોકસભાની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિનો ટેબ્લોમાં બાળકોએ મતદારોને મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવી હતી.

HIMATNAGAR CHETICHAND YATRA

બુધવારે ચેટીચાંદ પર્વને ભગવાન ઝૂલેલાલના જન્મ દિવસે સિંધીભાઈઓનું નવું વર્ષ છે ત્યારે જન્મ દિવસની ઉજવણી અંતર્ગત હિંમતનગરના ખેડતસિયા રોડ પર આવેલ સિંધી સમાજવાડીથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં સમાજના વડીલો, અગ્રણીઓ, ભાઈઓ-બહેનો યુવક-યુવતીઓ બાળકો જોડાયા હતા.

આ શોભાયાત્રામાં મહાકાલ ટીમ અને મતદાન જાગૃતિ અભિયાનનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો શોભાયાત્રા સિંધી સમાજવાડીથી નાસિક ઢોલ અને ડીજે સાથે નીકળીને પંચદેવ મંદિર, થઈને એન્જીનીયર સર્કલ, આંબાવાડી, જિલ્લા પંચાયત થઈને ટાવર ચોક પહોંચી હતી અને પાંચબત્તી પહોંચીને પૂર્ણ થઇ હતી. તો શોભાયાત્રામાં ઝૂલેલાલ ભગવાનની જ્યોત સાથે રથમાં બિરાજમાન થયા હતા તો રથના સારથી મહાકાલ ટીમ બની હતી.

આ પણ વાંચો : કોંગ્રેસને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશમાંથી મળી રહ્યો છે જાકારો : BJP પ્રવક્તા

આ પણ વાંચો : Vadodara Swine Flu: અમદાવાદ, ભાવનગર બાદ વડોદરા આવ્યું Swine Flu ના સકંજામાં

આ પણ વાંચો : VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

આ પણ વાંચો : Rajasthan Elections – ”मैं हूं मोदी का परिवार’ પત્રિકા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરશે