+

HIMATNAGAR : હવે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતાં પહેલા તમે પણ ચેતજો, વાંચો અહેવાલ

HIMATNAGAR ના ખેડતસીયા રોડ પર ચાર દિવસ અગાઉ એક અજાણ્યા મોબાઈલ ધારકે વિજાપુર તાલુકાના હિરપુરા ગામના રહીશ સાથે સંપર્ક કરી તેમનો મિત્ર કે જે યુએસએમાં રહે છે અને પરિવાર સાથેના…

HIMATNAGAR ના ખેડતસીયા રોડ પર ચાર દિવસ અગાઉ એક અજાણ્યા મોબાઈલ ધારકે વિજાપુર તાલુકાના હિરપુરા ગામના રહીશ સાથે સંપર્ક કરી તેમનો મિત્ર કે જે યુએસએમાં રહે છે અને પરિવાર સાથેના ફોટા બતાવી વોટ્સઅપના માધ્યમથી ચેટીંગ હિરપુરાના રહીશ પાસેથી રૂ.૩૯ હજાર ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

HIMATNAGAR POLICE STATION

HIMATNAGAR POLICE STATION

આ અંગે હિરપુરા ગામના પ્રવિણકુમાર ત્રિકમલાલ પારેખએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૩૦ માર્ચના રોજ સાંજના સુમારે ખેડતસીયા રોડ પર આવેલ રામનગર સોસાયટી ખાતે મોબાઈલ નંબર (૯૨૯) ૭૪૧૭૧૧૪ ઉપર વોટ્સઅપના માધ્યમથી પ્રવિણકુમાર પારેખના મિત્ર જતીન શર્મા કે જે યુએસએ રહે છે તેથી તેમના પરિવારના ફોટા લગાવી પ્રવિણકુમાર સાથે જતીન શર્માના નામથી વોટ્સઅપ મારફતે ચેટીંગ કર્યુ હતુ.

ત્યારબાદ આ અજાણ્યા શખ્સે પ્રવિણકુમારના બેંક ખાતામાંથી રૂ.૩૯ હજાર ભારતમાં ટ્રાન્સફર કરાવવા હોવાનું બહાનુ બતાવ્યુ હતુ. ત્યારબાદ સર્વર ડાઉન હોવાનું કહી પ્રવિણકુમારને વિશ્વાસ અપાવી તેમના ખાતામાં રૂ.૩૯ હજાર સચિનકુમાર નામના ઈસમના બેંક એકાઉન્ટની માહિતી મોકલી આપી હતી. ત્યારબાદ અજાણ્યા મોબાઈલ ધારકે પ્રવિણકુમાર પાસેથી રૂ.૩૯ હજાર ટ્રાન્સફર કરાવી દઈને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.

જે અંગે પ્રવિણકુમાર પારેખને જાણ થતાં તેમણે પોતાના બેંકના ખાતાની વિગતોની ચકાસણી કર્યા બાદ અજાણ્યા મોબાઈલ ધારકે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ફલીત થયા બાદ તેમણે મંગળવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ HIMATNAGAR એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : VADODARA : સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવવા મજબૂર

Whatsapp share
facebook twitter