+

કોલેજમાં ધાર્મિક વસ્ત્રો બાબતે નવો સર્ક્યુલર, જાણો શું લેવામાં આવ્યો નિર્ણય

કર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે આદેશ આપ્યો છે કે, જ્યા સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બુરખો, ભગવો કે પછી અન્ય કોઈ પણ ધાર્મિક વસ્ત્રો પહેરીને કોલેજોમાં  જઈ શક્શે નહિ. દેશભરમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે અને ચૂંટણીઓ દરમ્યાન આ વિવાદને વધુ વેગ મળી રહ્યો હતો ત્યારે કર્ણાટક લઘુમતી કલ્યાણ વિભાગે શાળાના વિદ્યાર્થીઓને આગામી આદેશ ન આવે ત્યાં સુધી વર્ગખંડમાં હિજàª

કર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે આદેશ આપ્યો છે કે, જ્યા સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બુરખો, ભગવો કે પછી અન્ય કોઈ પણ ધાર્મિક વસ્ત્રો પહેરીને કોલેજોમાં  જઈ શક્શે નહિ. 

દેશભરમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે અને ચૂંટણીઓ દરમ્યાન આ વિવાદને વધુ વેગ મળી રહ્યો હતો ત્યારે કર્ણાટક લઘુમતી કલ્યાણ વિભાગે શાળાના વિદ્યાર્થીઓને આગામી આદેશ ન આવે ત્યાં સુધી વર્ગખંડમાં હિજાબ, ભગવા ગમચા, સ્કાર્ફ અને સમાન ધાર્મિક ધ્વજ, અન્ય ધાર્મિક પ્રતીકો સાથેના કપડાં વગેરે પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કર્ણાટક રાજ્યના લઘુમતી વિભાગે ગુરુવારે મોડી સાંજે આ સંદર્ભે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશના આધારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ, બુરખા અને કેસરી ગમચા પર પ્રતિબંધ છે.આ સાથે, કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ માર્ગદર્શિકા તે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ લાગુ પડશે જ્યાં કોલેજ કમિટી દ્વારા  ડ્રેસ કોડ એટલે કે યુનિફોર્મ છે અને તમામ લોકોએ હાઈકોર્ટના આદેશ મુજબના નિર્દેશોનું પણ પાલન કરવાનું રહેશે.
નહિ પહેરી શકાય ધાર્મિક વસ્ત્રો 
કર્ણાટક લઘુમતી વિભાગે તેના પરિપત્રમાં સરકાર અને અન્ય તમામ શાળાઓ, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અને વર્ગો શરૂ કરવા અપીલ કરી છે.  વધુમાં જણાવ્યું હતું કે, ‘હિજાબ વિવાદ કેસમાં અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી તમામ ધર્મના વિદ્યાર્થીઓને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં હિજાબ, બુરખો, કેસરી ગમછા વગેરે પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેને દૂર કર્યા પછી જ વર્ગોમાં પ્રવેશ આપવામાં આવશે’.
હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને ક્લાસમાં બેસવા દેવામાં આવી ન હતી અને આ પરિણામે ઘણી શાળાઓમાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે ઝઘડા ઘટનાઓ પણ બની છે. ગુરુવારે પણ ઘણી વિદ્યાર્થિનીઓએ હિજાબ અને બુરખા પહેરીને ક્લાસમાં જવાનો આગ્રહ કર્યો હતો. અનેક જગ્યા એ ધારણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો અમુક જગ્યાએ હિજાબના સમર્થનમાં રેલીઓ પણ  કાઢવામાં આવી.
Whatsapp share
facebook twitter