Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટ પાસેથી ઝડપાયું 214 કરોડનું હેરોઇન, વાંચો સમગ્ર મામલો

02:23 PM May 13, 2023 | Vipul Pandya
અહેવાલ–પ્રદિપ કચીયા, અમદાવાદ
રાજ્યમાં દરિયાકિનારે અને સીમા નજીક અવાર નવાર ડ્રગ્સ પકડાય છે ત્યારે વધુ એક વાર 214 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રાજકોટ નજીકથી પકડવામાં આવ્યુ હતુ. ક્યાંથી આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો અને કોને મોકલવાનો હતો, જુઓ આ અહેવાલમાં…
પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત
ગુજરાત એટીએસની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ પાકિસ્તાનથી આવ્યું હતુ અને દિલ્હી ખાતે લઇ જવાનું હતું. ગુજરાત ATS, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાથે દિલ્હી NCB ની ટીમ આ ઓપરેશન પાર પાડ્યુ હતુ.સુરત ક્રાઈમ બ્રાન્ચને એક બાતમી મળી હતી જેમાં પોલીસને ડ્રગ્સ કેસમાં ગુજરાત અને દિલ્હીના લોકલ કનેકશનની લીડ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ATS ને દિલ્હી સુધીના તાર મળ્યા
રાજકોટથી પકડાયેલું ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને મોકલવાનું હતુ તેની તપાસમાં ATS ને દિલ્હી સુધીના તાર મળ્યા હતા. હાલમાં પકડાયેલા આરોપીની ATS દ્વારા પૂછપરછ કરાઇ રહી છે.. પરંતુ આ ડ્રગ્સ ક્યાથી આવ્યુ અને કોને મોકલ્યું છે તેની માહિતી મેળવવાની બાકી છે. આરોપીના 12 દિવસના રિમાન્ડ મળ્યા છે જેમાં તે ક્યાથી આવ્યો અને કોને મળવાનો હતો તે અંગે પણ ખુલાસો કરી શકે છે.
દિલ્હી ખાતે ડ્રગ્સ રાખવા માટે એક ઘર પણ ભાડે રાખ્યું હતુ
આ નાઇઝીરિયનનું નામ ઇક્વુનાઇફ ઓકાફોર મર્સી છે. પકડાયેલા ડ્રગ્સ ના ખોટા સેમ્પલના આધારે દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પકડાયેલા આરોપીની તપાસ ચાલુ છે. આરોપીએ દિલ્હી ખાતે ડ્રગ્સ રાખવા માટે એક ઘર પણ ભાડે રાખ્યું હતુ.. છેલ્લા 2 વર્ષથી તે અહિયા નામ બદલીને પણ રહેતો હતો. હાલમાં ATS આ યુવકની પૂછપરછ ચાલુ છે જેમાં વધુ ખુલાસા થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ