+

અહીં શિવ મંદિરના પ્રાંગણમાંજ આવેલું છે શિવજીને પ્રિય એવી બિલીનું વન, આ મંદિર કહેવાય છે ગુજરાતનું કાશી

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  સમગ્ર ગુજરાતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેમાં અનેક શિવાલયો ભક્તોની ભીડથી ઉભરાયા છે તેવા ગુજરાતનું કાશી ગણાતા એવા ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલીશ…

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 

સમગ્ર ગુજરાતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેમાં અનેક શિવાલયો ભક્તોની ભીડથી ઉભરાયા છે તેવા ગુજરાતનું કાશી ગણાતા એવા ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલીશ મંદિર ખાતે ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
જેમાં મંદિરની વિશાળ જગ્યામાં ભગવાન શિવના અતિ પ્રિય બીલીપત્રનું વન બનાવવામાં આવ્યું છે આ બિલીપત્રના વનમાં હાલ 150થી વધારે બિલીપત્ર ઝાડ ઉછેરવામાં આવ્યા આ મંદિર પરિસરમાં ઉછરેલી બિલી થીજ શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લકુલીશ ભગવાન ઉપર ચડાવવામાં આવે છે શ્રાવણ માસના મહિના દરમિયાન 10 લાખથી વધારે બિલી ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

આ લકુલિસ મંદિરને ગુજરાતનું કાશી ગણવામાં આવે છે જેના કારણે શ્રાવણ માસ તેમજ અન્ય દિવસોમાં ભક્તો દ્વારા ફોન પર જ બ્રાહ્મણોને બીલીપત્ર ચઢાવવા માટે કેહવામાં આવે છે સાથે જ લકુલેશ મંદિરે ભક્તો આવીને જળા અભિષેક સાથે 500,1000 અને 2000 જેટલી બીલીપત્ર ચઢાવી ધન્યતા પ્રાપ્ત કરે છે…એટલું જ નહીં આંતર રાજ્યો માંથી જે ભક્તો આવી ન શકે તે માટે મંદિર પ્રશાસનના ફોન કરીને પોતાની શ્વેછા મુજબ બીલીપત્ર ચઢાવવા માટે ફોન કરીને કહેવામાં આવે છે હાલ તો 150 જેટલા બીલીના ઝાડ છે છતાં પણ શ્રાવણ માસથી અંદર બીલીપત્ર ઓછા પડે છે આ બિલપત્ર તોડવા માટે બે કામદારોની નિમણુક કરવામાં આવી છે તેઓ આખો દિવસ બીલીપત્ર તોડવામાં ધ્યાન આપે છે હાલ તો શ્રાવણ માસમાં રોજિંદા પણ હજારો ભક્તો ભગવાનના મંદિર આવે છે અને દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.

સદાશિવ’-નું લિંગ એ શિવજીનું પ્રતિક ગણાય છે. આથી એને ‘શિવલિંગ’ પણ કહેવાય છે. શિવજીના દરેક મંદિરોમાં શિવલિંગના માધ્યમથી જ શિવજીનાં મંત્રો-સ્તુતિઓ કરી જળાભિષેક કરીને તેની પૂજા તથા આરાધના કરવામાં આવે છે. શિવલિંગમાં અગ્નિ તત્વ મુખ્ય હોવાથી તેને જળ તથા દૂધની ધારા કરી અભિષેક કરાય છે. શિવજીનાં લિંગ ઉપર બીલીપત્ર ચઢાવાય છે. આ બીલીપત્રને પવિત્ર ગણવામાં આવે છે. બિલ્વ મંગળ છે. બીલી ચઢાવવાથી સદાશિવ સદૈવ પ્રસન્ન રહે છે. તેવી કૃપા ભક્તો ઉપર ઉતરે છે. બીલીનાં વૃક્ષમાં સદાશિવજીનો વાસ છે. બિલ્વ વૃક્ષનું પણ જતન અને પૂજન કરવું જોઈએ.બિલ્વ વૃક્ષનાં પત્રને બીલીપત્ર કહે છે. તેમાં ત્રણ પાંદડાનો સમુહ હોય છે. તેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રણેયનાં ભાવો રહેલ છે. તેના થડમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી. પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ રહેલો છે અને કાંટાઓમાં નવ કરોડ શક્તિનો ભંડાર વાસ છે. બિલ્વનો આવો અદ્ભૂત મહિમા છે. બિલ્વને ત્રિદલ પણ કહેવાય છે. શિવજીને અત્યંત પ્રિય હોવાથી બીલીપત્ર તેના ઉપર ચઢાવાથી બધા કષ્ટ દૂર થાય છે અને મનોકામના પૂરી થાય છે.

મહાદેવને રિઝવવા માટે અલગ અલગ પૂજાપા તેમને ચઢાવાય છે. ત્યારે બીજોરું નામનું ફળ શિવજીને ખાસ શ્રાવણ મહિનામાં જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને સાયુજ્ય પ્રાપ્તી માટે બીજોરું ચઢાવવાનો મહિમા છે. શિવજીને અતિ પ્રિય બીજોરૂ વનમાં હાલ બીજોરુના 30 જેટલા ઝાડ મંદિરના પરિસરમાં ઝાડ ઉગાડવામાં આવ્યું છે બીજોરું નામનું ફળ ખાસ શ્રાવણ મહીનામાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે. ધતુરા, આંકડા ,દૂધ, જળ, બીલીપત્રની સાથે ખાસ આ બીજોરું ચડાવીને ભકતો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે . આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું કે, બીજોરું માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવની ખાસ પૂજામાં તેમજ શ્રાવણ મહિનામાં જ બીજોરું મહાદેવને ચઢવવામાં આવે છે. ખાસ સાયુજ્ય (સાથે રહેવું) પ્રાપ્ત કરવા પૂજન માટે તેનો ઉપયોગ થાય છે.

Whatsapp share
facebook twitter