+

AHMEDABAD શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી…

5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર,  ધોધમાર વરસાદ પડ્યો છે. બપોર બાદથી શહેરને આકાશમાં કાળા વાદળોએ ગેરી લીધો છે.

 

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ

બીજી તરફ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વથી લઇને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. અમદાવાદના સોલા, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, શીલજ,થલતેજ, વસ્ત્રાપુર, મેમનગર, રાણીપ, વાડજ, ઉસ્માનપુરા તથા રામોલ અને બાપુનગર, અમરાઈવાડી, ઓઢવમાં વરસાદ નોંધાયો છે.

 

અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે

બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ધીમે ધીમે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થવા માડી છે. ભારે વરસાદના કારણે સવારથી જ શાળા કોલેજમાં જઇ રહેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. 19 અને 20 તારીખે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.  આજે સવારથી  શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના સોલા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત  થલતેજ, શીલજ, વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો-ગોંડલ સાત ટાંકીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી

Whatsapp share
facebook twitter