+

Heatwave: સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ, રાજસ્થાન દેશનું સૌથી ગરમ રાજ્ય

Heatwave: ગુજરાત સહિત દેશમાં પણ ગરમીએ માઝા મુકી છે. અત્યારે દેશના અત્યારે કાળજાળ ગરમી પડી રહીં છે. દેશનાં સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે…

Heatwave: ગુજરાત સહિત દેશમાં પણ ગરમીએ માઝા મુકી છે. અત્યારે દેશના અત્યારે કાળજાળ ગરમી પડી રહીં છે. દેશનાં સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જેસલમેર નજીક પાક.બોર્ડર ઉપર 53 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેની સાથે સાથે રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 49 ડિગ્રી પહોંચ્યું છે. બાડમેરમાં સતત ત્રીજા દિવસે 48 ડિગ્રીને પાર તાપમાન રહ્યું છે. રાજસ્થાનમાં અત્યારે ગરમીએ ચરમસીમા પર પહોંચી ગઈ છે. જેના કારણે કે, અત્યારે ત્યાના લોકો હેરાન પણ થઈ રહ્યા છે.

મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો

નોંધનીય છે કે, રાજ્યમાં લૂ ગરમીથી અત્યાર સુધીમાં 10થી વધુના મોત થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. આ સાથે મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં હિટવેવની અસર વર્તાઈ શકે છે. આ સાથે ભારતના સાત રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને સુરત સહિત અનેક શહેરોમાં ગરમી વધી

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં પણ અત્યારે કાળઝાળ ગરમી પડી રહીં છે. રાજ્યના અનેક શહેરોમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરત સહિત અનેક શહેરોમાં ગરમી વધી રહીં છે. રાજ્યમાં તો અનેક લોકોને બપોર પછી ઘરની બહારમાં ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, જે રીતે ભારતમાં ગરમી સતત વધી રહીં છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ વધારે ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો: Rajkot : 65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો: શું તમે પણ ‘Vipul Dudhiya’ માંથી ફરસાણની ખરીદી કરો છો ? તો ચેતજો…વાંચી લો આ અહેવાલ

Whatsapp share
facebook twitter