+

દિવસે અંગ દઝાડતી ગરમી, રાત્રે પણ વધ્યો ગરમીનો કહેર

Heat Level is Increasing : ઉનાળા (Summer) ની શરૂઆત થતા જ દિવસના સમયે અંગ દઝાડતી ગરમી (Heat) પડવા લાગી છે. હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ગરમીનો પારો (Temperature)…

Heat Level is Increasing : ઉનાળા (Summer) ની શરૂઆત થતા જ દિવસના સમયે અંગ દઝાડતી ગરમી (Heat) પડવા લાગી છે. હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ગરમીનો પારો (Temperature) સતત ઉપર જઇ રહ્યો છે. દિવસે તો ગરમી હોય જ છે પણ રાત્રે ગરમીનું પ્રમાણ વધતા (heat level is increasing) લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

દિવસે જ નહીં રાત્રે પણ વધી ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમીના આકરા તેવર જોવા મળી રહ્યા છે. દિવસના સમયે અને તેમા પણ ખાસ કરીને બપોરના સમયે આકાશમાંથી આગના ગોળા ફેંકાઈ રહ્યા હોય તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે. દિવસના સમયે ગરમી હોવી સ્વાભાવિક છે પણ ઉનાળા (Summer) ની શરૂઆતમાં જો રાત્રીના સમયે પણ ગરમી લાગે તો અંદાજો લગાવવો મુશ્કિલ નથી કે આવનારા સમયમાં ગરમી કેવી પડશે. મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યના એવા 7 શહેરો છે કે જ્યા બુધવારની રાત સૌથી ગરમ રહી હતી. આ 7 શહેરો અમદાવાદ, ગાંધીનગર. ડીસા, વડોદરા, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર જ્યા બુધવારની રાત્રીએ પણ ગરમી સૌથી વધુ નોંધાઈ હતી. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી, ગ્રીન સિટી ગાંધીનગરનું 26.8 ડિગ્રી, ડીસાનું 25.6 ડિગ્રી, વડોદરાનું 26 ડિગ્રી, ભાવનગરનું 26.8 ડિગ્રી, દીવનું 24.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું છે.

1થી 2 ડિગ્રી ઘટશે તાપમાન

ઉનાળાની ગરમી એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ જોવા મળે છે. પણ આ વર્ષે ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ થઇ ગઇ છે. ચાલુ મહિનામાં ગરમીનો વધતો પારો જોતા લોકોએ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. જણાવી દઇએ કે, ગરમી એ હદે વધી રહી છે કે બે દિવસ આણંદ અને બનાસકાંઠામાં યલો એલર્ટ નોંધાયું હતું. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આવતા 5 દિવસ 1થી 2 ડિગ્રી તાપમાન ઘટવાથી લોકોને ગરમીથી ચૌક્કસપણે રાહત મળશે.

જુઓ વધુ જાણકારી માટે આ Video

આ પણ વાંચો – રાજ્યભરમાં વધી ગરમી, 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો – સાવધાન..! આ વર્ષે દેશમાં ગરમીનો રેકોર્ડ તૂટશે : WMO

આ પણ વાંચો – ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert

Whatsapp share
facebook twitter