Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Healthy Relationship Tips: જો કપલ્સ Great Relationship ઈચ્છતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો…

09:22 PM Apr 24, 2024 | Aviraj Bagda

Healthy Relationship Tips: આજના સમયમાં સંબંધો જાળવી રાખવા એ સૌથી પડકારરૂપી કાર્ય છે. સંબંધોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે થોડા જ દિવસોમાં સંબંધોમાં મતભેદ ઉદભવે છે. જોકે આપણે બધા જાણીએ છીએ કે દરેક સંબંધમાં કેટલીક શક્તિઓ અને નબળાઈઓ હોય છે.

  • કોઈપણ સંબંધ લાંબા સમયથી સુધી કેવી રીતે ટાકાવી શકાય

  • સંબંધમાં એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો

  • વ્યસ્ત જીવનમાંથી એકબીજાને સમય આપવો જોઈએ

પરંતુ કોઈપણ સંબંધ ત્યારે જ લાંબો સમય ટકી શકે છે જ્યારે બંને વ્યક્તિઓ એકબીજા દરેક આદતો અને વસ્તુઓને સંપૂર્ણપણે સ્વીકારવાની ઈચ્છા ધરાવતા હોય. સંબંધમાં પાર્ટનરને ઘણીવાર લાગે છે કે તે હંમેશા સાચો છે અને યોગ્ય નિર્ણય લે છે. પરંતુ એવું જરૂરી નથી કે જે તમને યોગ્ય લાગે તે તમારા પાર્ટનરને પણ યોગ્ય લાગે. તેથી જ્યારે બંને વચ્ચે દલીલ થાય છે, ત્યારે બંને લોકોએ એકબીજાના દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો: Superstar રાજશખન્નાનું હળહળતું અપમાન કર્યું રાજકુમારે

એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો

આવી સ્થિતિમાં જો ઝઘડા પછી તમારો પાર્ટનર સરળતાથી તેની ભૂલો સ્વીકારી લે છે અથવા બંનેની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે છે. તો આવા લોકો સંબંધોને પોતાની જાતથી આગળ રાખવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત પાર્ટનર એકબીજાને ફરિયાદ કરે છે કે તેમનો પાર્ટનર તેમને સમજતો નથી અથવા તો સમજવાની કોશિશ પણ નથી કરતો. પરંતુ જે સંબંધમાં પાર્ટનર પોતાની વાત વ્યક્ત કરવા કરતાં પોતાના પાર્ટનરની વાત વધારે સાંભળે છે અને તેને સમજવાની કોશિશ કરે છે, તે સંબંધ અન્ય કપલ્સ કરતાં વધુ ખુશ રહે છે.

આ પણ વાંચો: Bikaner Natural Disaster: રાતોરાત રાજસ્થાનના ગામમાં ભયાવહ ખાડો પડતા કલમ 144 લાગુ

એકબીજા સાથે વધુ સમય પસાર કરવો

મોટાભાગના સંબંધોમાં, સંઘર્ષનું કારણ જીવનસાથીનું વ્યસ્ત જીવન સામે આવતું હોય છે. તેથી કપલ્સ વચ્ચે અણબનાવ વધી જાય છે અને ક્યારેક લડાઈ એટલી હદે વધી જાય છે કે બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ લે છે. પરંતુ રિલેશનશિપમાં હોય ત્યારે બંને લોકો માટે એ સમજવું જરૂરી છે કે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, તમારા પાર્ટનર માટે થોડો સમય કાઢવો જરૂરી છે. કારણ કે જો સમય ન આપવામાં આવે તો બંને વચ્ચેનું અંતર વધવા લાગે છે. તેથી, તમે જેને પ્રેમ કરો છો તેને તમારા જીવનમાં પ્રથમ પ્રાથમિકતા પર રાખો.

આ પણ વાંચો: આ મહિલાએ પ્રી-વેડિંગ શૂટને એક અલગ લેવલ પર લઈ લીધું, Video Viral