Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ, ડરવાની નહીં પણ કાળજી રાખવી જરૂરી: આરોગ્ય મંત્રીશ્રી

05:10 AM Apr 17, 2023 | Vipul Pandya

કોરોનાની વધતી સાથે ચિંતા ને લઈને રાજ્ય સરકાર પણ હવે સતત બેઠકો યોજી રહી છે ત્યારે આજે કેન્દ્ર આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથેની ચર્ચા કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ પણ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજતી હતી.

બેઠકમાં આ મુદ્દે ચર્ચા
બેઠકમાં કોરોનાને લઈને સાવધાની વર્તવા તેમજ વિદેશથી આવતા મુસાફરોનું ચેકિંગ કરવું તેમજ થર્મલ સ્ક્રિનિંગ તમામ મુસાફરોનું ફરજિયાત કરવા પર પણ ચર્ચા કરાઈ. સાથે જ ગુજરાતમાં માત્ર 33% લોકોએ જ પ્રીકોસન ડોઝ લીધો હોવાની વાતને લઈને સરકારે ચિંતા વ્યક્ત કરી આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકો વેક્સિન લે તે પ્રયાસ સરકાર દ્વારા કરાશે સાથે 27 ડિસેમ્બરે રાજ્યની તમામ હોસ્પિટલોમાં કોરોનાને લઈને એક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ડરવું નહી કાળજી રાખવી 
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે.
  • ગુજરાતમાં હાલ માત્ર 33% લોકોએ જ પ્રીકોસન ડોઝ લીધા છે આવનારા સમયમાં લોકો લે તે પ્રકારનું આયોજન ગુજરાત સરકાર કરશે.
  • રાજ્યની તમામ હોસ્પિટલોમાં 27 ડિસેમ્બરના રોજ કોરોનાની સ્થિતિને લઈને એક મોકલેલ યોજવામાં આવશે જેનાથી ઓક્સિજન બેડ આઈ સી યુ પેરામેડિકલ સ્ટાફ તેમજ જરૂરી દવાઓને લઈને પણ જરૂરી માહિતી મળી શકે.
  • સાત 25 મે ડિસેમ્બર થી અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ માં પણ કોવિડ પ્રોટોકોલ નું સંપૂર્ણ તથા પાલન થાય તે માટે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી

ઉલ્લેખ છે કે હાલમાં કોરોનાનો કહેર વર્તાવનાર ઓમી ક્રોન વાયરસ નો પેટા વાયરસ BF.7 ડેલ્ટા વાયરસ ના પ્રમાણમાં ઓછો ખતરનાક છે જેનાથી લોકોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.