Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોરોના સામે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય મંત્રીએ બોલાવી બેઠક, ઓક્સિજન બેડ ,દવાઓની સ્થિતિની કરાઇ સમીક્ષા

09:27 AM May 03, 2023 | Vipul Pandya

સમગ્ર વિશ્વમાં કોરોના ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે  ગુજરાત સરકારની 22 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટમાં કોરોના વાયરસ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. તો કેબિનેટ બેઠક પૂર્ણ થતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાબડતોબ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી બેઠકમાં રાજ્યમાં ઓક્સિજન બેડ ,દવાઓની સ્થિતિ પર સમીક્ષા કરાઇ. સાથે જ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં પગલાં લેવા અંગે પણ ચર્ચા કરાઇ. સાથે જ રાજ્યમાં કોરોના ની સ્થિતિ બગડે નહીં તે સંદર્ભે પણ ચર્ચા કરાઈ.
ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. લોકોએ ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમા જણાવાયુ કે,કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરવો ..આવનારા સમય માં કોરોના ના કેસ વધે નહીં તે માટે સરકાર જરૂરી પગલાં લે તો નવાઈ નહિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.