Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાનો અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કરાયો

10:54 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાત (Gujarat) પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રાનો પ્રારંભ આજે અરવલ્લી (Arvalli) જિલ્લાના ભિલોડા (Bhiloda) તાલુકામાં આવેલા ટોરડા ગામેથી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની (Jagdish Thakor) ઉપસ્થિતિમાં કરાયો હતો. યાત્રા સાથે પ્રદેશ પ્રમુખ દ્વારા પેપર ફૂટવા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા કાઢવામાં આવી છે ત્યારે આ યાત્રાનો પ્રારંભ આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામેથી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા આ યાત્રા ભિલોડા તાલુકાના ગામડાઓમાં બે દિવસ માટે ફરનાર છે ત્યારે યાત્રા અંતર્ગત લોકોમાં ભાઈચારાની ભાવના ફેલવવાંના ઉદ્દેશ્યની સાથે આવનારી 2024 ની લોકસભાની ચૂંટણી માટે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાયો છે બીજી તરફ પેપર ફૂટવા મુદ્દે બોલતા ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ (BJP) પેપર ફોડે છે , ભાજપનો હશે એનેજ નોકરી મળશે તેવો આક્ષેપ કરતા સરકારને ઘેરવાના પ્રયાસ કર્યો હતો આગામી વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ભલે ગણતરીના ધારાસભ્યો છે પણ ગુજરાત ભરના ગરીબ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ  ઉપર જવાબ માંગશે તેવું જણાવતા સરકાર ઉપર પેપર ફૂટવા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.

આ યાત્રામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વનરાજભાઈ ડામોર , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઇ પારઘી , સહિતના કોંગ્રેસી આગેવાનો હાજર રહયા હતા અને ટોરડા સ્વામિનારાયણ મંદિર ખાતેથી દર્શન કર્યા બાદ ધ્વજ વંદન કરાયું હતું અને ત્યાર બાદ રીબીન કાપી યાત્રાનો પ્રારંભ જગદીશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો યાત્રા પ્રથમ દિવસે ટોરડા થી શામળાજી સુધીના ગામડાઓમાં ફરી હતી જ્યારે આવતીકાલે આ યાત્રા શામળાજીથી આગળના ગામડાઓમાં ફરશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રાના બીજા દિવસે કોંગ્રેસીનેતા અરજુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહી યાત્રાને આગળ વધારવામાં આવનાર હોવાનું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્ડરસિંહ પૂવારે જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.