+

HASMUKH PATEL : LRD અને PSIની ભરતી મામલે હસમુખ પટેલનું નિવેદન

HASMUKH PATEL: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. PSIની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ…

HASMUKH PATEL: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. PSIની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે.જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોકયુમેન્ટસ અપલોડ કરે.

ફોર્મની સાથે શું અપલોડ કરવું

ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (HASMUKH PATEL)કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે.ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય.

પોલીસ ભરતી માટે મહત્વની માહિતી

ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે છેલ્લો દિવસ 30 એપ્રિલ, 2024 સુધીનો છે. લાયક તથા ઈચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જે માટે ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

ઉમેદવારની યોગ્યતા કેટલી

ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ12 પાસ હોવો જરૂરી છે. સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે.

ઉંમર કેટલી

કોન્સ્ટેબલના પદ માટે અરજી કરનારાની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તો એસઆઈના પદ માટે ભરતી થવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ સુધીની છે. તો અનામત ઉમેદવારોને આ વયમર્યાદામાં નિયમાનુસાર છુટછાટ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી

પોલીસ ભરતી માટે ઉમેદવારે ગુજરાત સરકારની અધિકૃત ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહી પોલીસ ભરતીના ફોર્મમાં જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તે પદ માટે સિલેક્ટ કરીને તમામ જરૂરી માહિતી ભરી દેવી. અંતે ફી ભરીને ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બરાબર ચકાસી લેવું. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સંભાળી મૂકવી.

ફી કેટલી છે

લોકરક્ષક જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અને પીએસઆઈ-એલઆરડી માટે 200 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તેમજ એસસી, એસટી, ઈડબલ્યુએસ, ઈબીસી વર્ગના ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી.

આ  પણ  વાંચો  – CR Patil : સામ પિત્રોડાનાં નિવેદન સામે CR પાટીલના આકરા પ્રહાર! કહ્યું- કોંગ્રેસને લૂંટવાની ટેવ..!

આ  પણ  વાંચો  – Gujarat First ના Conclave માં જયમીન ઠાકરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર…

આ  પણ  વાંચો  PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત

Whatsapp share
facebook twitter