Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Haryana : 90 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, 1031 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે

07:53 AM Oct 05, 2024 |
  1. પૂર્વ ડેપ્યુટી CM ચંદ્ર મોહને પોતાનો મત આપ્યો
  2. પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરે મતદાન કર્યું
  3. ભારતીય શૂટર મનુ ભાકરે ઝજ્જરમાં મતદાન કર્યું

હરિયાણા (Haryana)ની 90 વિધાનસભા બેઠકો માટે મતદાન આજે (5, ઓક્ટોબર) સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ, JJP ના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલા મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) – બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધન અને જનનાયક જનતા પાર્ટી (JJP)-આઝાદ સમાજ પાર્ટી (ASP) છે.

તમને જણાવી દઈએ કે, હરિયાણા (Haryana)માં અગાઉ 1 ઓક્ટોબરે મતદાન થવાનું હતું, પરંતુ તે ચાર દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની સાથે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જે 1 લી ઓક્ટોબરના રોજ જ પૂર્ણ થયું હતું. બંને રાજ્યોમાં કયો પક્ષ સરકાર બનાવશે તે તો 8 ઓક્ટોબરે જ ખબર પડશે.

વિનેશ ફોગાટ પોતાનો વોટ આપવા આવી હતી…

પહેલવાન અને જુલાના વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ પોતાનો મત આપવા આવ્યા હતા. તેણીએ કહ્યું, “મતદાન એ એક મોટી ઉજવણી છે. આખું હરિયાણા મતદાન કરવા જઈ રહ્યું છે. એક ઉમેદવાર હોવાને કારણે, હું દરેકને તેમના ઘરની બહાર આવવા અને મતદાન કરવા અપીલ કરું છું… ડ્રગનું વ્યસન એ એક મોટો મુદ્દો છે, ચિંતાનો વિષય છે. અમે 5 વર્ષ સખત મહેનત કરીને અમારી જવાબદારી નિભાવીશું.

ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા…

ઝજ્જર એસીપી ધરમબીર સિંહે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પર જણાવ્યું હતું કે, “ચુંટણીને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પેટ્રોલિંગ પાર્ટીઓ ગોઠવવામાં આવી છે, ચોકીઓ ગોઠવવામાં આવી છે, ચારેબાજુ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેમેરા છે, ચેકપોઇન્ટ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે…”

આ પણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ

પૂર્વ ડેપ્યુટી CM ચંદ્ર મોહને પોતાનો મત આપ્યો…

કોંગ્રેસના ઉમેદવાર અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી CM ચંદ્ર મોહને પંચકુલા વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું.

કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલા મત આપ્યો…

કૈથલ વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ હરિયાણા (Haryana) ચૂંટણી માટે મતદાન કરતા પહેલા પ્રાર્થના કરી હતી. BJP ના લીલા રામ, AAP ના સતબીર સિંહ ગોયત અને JJP ના સંદીપ ગઢી કૈથલ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતમાં માનવતા મરી પરવારી! વધુ એક યુવતી બની ગેંગરેપનો શિકાર

પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરે મતદાન કર્યું…

હરિયાણા (Haryana)ના પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરે કરનાલના પ્રેમનગર સ્થિત બૂથ પર મતદાન કર્યું. મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ 50 થી વધુ સીટો જીતશે.

મનુ ભાકરે ઝજ્જરમાં મતદાન કર્યું…

ભારતીય શૂટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે ઝજ્જરમાં એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

આ પણ વાંચો : Chhattisgarh : નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન, 23 નક્સલવાદીઓ માર્યા ગયા