Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Haryana Cabinet Expansion: લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં સૈની કેબિનેટનું થયું વિસ્તરણ

06:50 PM Mar 19, 2024 | Aviraj Bagda

Haryana Cabinet Expansion: આજરોજ હરિયાણા (Haryana) માં કેબિનેટ મંત્રી મંડળ (Cabinet Ministry) નું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજભવનમાં યોજાયેલા શપથ સમારોહમાં MLAsએ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે 8 MLAsમાંથી 1 ઉમેદવારને કેબિનેટ મંત્રી (Cabinet Minister) અને બાકીના 7 ઉમેદવારોને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો.

  • કમલ ગુપ્તા હિસાર સીટથી ધારાસભ્ય છે
  • નાયબ સિંહ સૈનીએ પાંચ મંત્રીઓ સાથે શપથ લીધા હતા
  • નાયબ સિંહ સૈની પૂર્વ મુખ્યમંત્રીના નજીક છે

જોકે શપથ સમારોહમાં 8 ધારાસભ્યોમાંથી ડૉ. કમલ ગુપ્તા, સીમા ત્રિખા (રાજ્ય મંત્રી, સ્વતંત્ર પ્રભાર), મહિપાલ ધંડા (મંત્રી), અસીમ ગોયલ (મંત્રી), અભય યાદવ (રાજ્ય મંત્રી), સુભાષ સુધા (રાજ્ય મંત્રી), વિશંભર વાલ્મિકી (મંત્રી) અને સંજય સિંહે (મંત્રી) પદના શપથ લીધા હતા.

કમલ ગુપ્તા હિસાર સીટથી ધારાસભ્ય છે

કમલ ગુપ્તા હિસાર સીટથી MLA છે. કમલ ગુપ્તાને પરસ્પરના નેતા પણ માનવામાં આવે છે. તો બીજી તરફ સીમા ત્રિખા બડખાલના MLA છે અને તેમણે સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મહિપાલ ધંડા પાણીપત ગ્રામીણથી MLA છે. જ્યારે અસીમ ગોયલ અંબાલા સિટી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે.

શરૂઆતમાં સૈનીએ પાંચ મંત્રીઓ સાથે શપથ લીધા હતા

હરિયાણામાં જ્યારે નવી સરકારની રચના થઈ હતી. ત્યારે નાયબ સિંહ સૈનીએ 5 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. હવે વધુ 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે સરકારમાં મંત્રીઓની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. તે સમયે 2 Deputy CM એ પણ શપથ લીધા હતા.

નાયબ સિંહ સૈની પૂર્વ મુખ્યમંત્રીના નજીક છે

હરિયાણામાં ભાજપે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Ex CM Manohar Lal Khattar) ના નજીકના હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે ખટ્ટર સાથે સત્તા પરિવર્તનની ચર્ચા થઈ ત્યારે તેમણે સૈનીનું નામ સૂચન કર્યું હતું.

આ પણ વાંચો: AAP એ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો, ભાજપે કહ્યું- 9 સમન્સ, 18 બહાના…

આ પણ વાંચો: Fake Encounter : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટને આજીવન કેદ

આ પણ વાંચો: Bengaluru Protest News: બેંગલોરમાં હનુમાન ચાલિસનો વિરોધ થતા BJP ના આગેવાનોનો વિરોધ પ્રદર્શન