+

હાર્દિક પટેલે સોનગઢના કાાર્યક્રમનું પોસ્ટર શેર કર્યુ, જગદીશ ઠાકોર સાથેની નારાજગી સપાટી પર આવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વિવિધ નેતાઓ એક પક્ષમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા પક્ષમાં જઇ રહ્યા છે. જેમાં કેટલાક જાણીતા નેતા છે તો કેટલાક ઓછા જાણીતા. ચારે તરફ અટકળો અને ચર્ચાનું બજાર ગરમ છે. આ બધા વચ્ચે છેલ્લા થોડા દિવસોથી એવી પણ ચર્ચા શરુ થઇ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોàª
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વિવિધ નેતાઓ એક પક્ષમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા પક્ષમાં જઇ રહ્યા છે. જેમાં કેટલાક જાણીતા નેતા છે તો કેટલાક ઓછા જાણીતા. ચારે તરફ અટકળો અને ચર્ચાનું બજાર ગરમ છે. આ બધા વચ્ચે છેલ્લા થોડા દિવસોથી એવી પણ ચર્ચા શરુ થઇ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડી શકે છે. હાર્દિકે ભાજપના વખાણ પણ કર્યા છે, તો સામે સીઆર પાટીલે પણ આ વાત પર પ્રતતિક્રિયા આપી હતી. ત્યારબાદથી હાર્દિક પટેલ ભાજપમાં જશે તેવી વાત પણ ચાલી રહી છે.
ટ્વિટર પર પોસ્ટર શેર કર્યુ
આ તમામ ચર્ચાઓ અને અટકળો વચ્ચે આજે નવ જ વળાંક આવ્યો છે. હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વચ્ચેની નારાજગી ખુલ્લી પડી છે. હાર્દિક પટેલે આવતી કાલે એટેલે કે 25 એપ્રિલના દિવસે સોનગઢમાં એક સંમેલન બોલાવ્યું છે. જેને ‘યુવા સ્વાભિમાન સંમેલન’ નામ આપ્યું છે. જેનું પોસ્ટર આજે હાર્દિકે ટ્વિટ કરીને શેર કર્યુ છે. આ પોસ્ટરના લીધે જ તેની અને જગદીશ ઠાકોર વચ્ચેની નારાજગી જાહેર થઇ છે.

હાર્દિકે શેર કરેલા પોસ્ટરમાંથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો ફોટો અને નામ ગાયબ છે. ત્યારબાદ નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ પોસ્ટરની અંદર પ્રભાારી તેમજ યુવા મોરચાના હોદ્દેદારોના ફોટો મુક્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખ ગાયબ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હાર્દિક પટેલે કોંગ્રેસની સ્ટેટ લીડરશીપ સામે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું પણ આવ્યું હતું.
હાર્દિક પટેલ અને નરેશ પટેલ
ઉલ્લેખનીય છે કે એક તરફ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની વાત ચાલી રહી છે, તો બીજી તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની અટકળો પણ ચાલે છે. નરેશ પટેલ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે નરેશ પટેલે હાલમાં જ મીડિયા સમક્ષ હાર્દિક પટેલ સાથેની મુલાકાતની વાત કબુલી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હાર્દિક મારી પાસે આવ્યો હતો અને કોંગ્રેસમાં તેને મુંઝવતા પ્રશ્નોની મને રજૂઆત કરી હતી. તેવામાં ગુજરાતના રાજકારણમાં અત્યારે કંઇક મોટું રંધાઇ રહ્યું હોય તેવું લાગે છે. જે ટુંક સમયામાં જ બહાર આવશે.
કોંગ્રેસથી નારાજ ગણાતા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યક્રમની જાહેરાત કરીને કોકડું વધારે ગુંચવી નાંખ્યું છે. તો એવી પણ વાત સામે આવી છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય લેશે ત્યારબાદ જ હાર્દિક પટેલ પણ નિર્ણય લેશે. હાર્દિક અત્યારે નરેશ પટેલના નિર્ણયની રાહ જોઇને બેઠો હોય તેવું લાગી રહ્યું છે.
Whatsapp share
facebook twitter