Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી, જાહેર કર્યું અલગ ઘોષણાપત્ર

05:49 PM Apr 22, 2023 | Vipul Pandya

પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતની જનતામાં પ્રખ્યાત થયેલા હાર્દિક પટેલ (Hardik Patel) એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વિરમગામથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હાર્દિક પટેલે પોતાની વિરમગામ બેઠક પર અલગ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. મહત્વનું છે કે, આવતા મહિને 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ સ્પષ્ટ થઈ જશે કે ભાજપ ગુજરાતના ગઢને સાચવી શક્યો કે પછી કૉંગ્રેસ અને આપ ‘સત્તાવિરોધી લહેર’નો લાભ લઈ ગયા. 
હાર્દિક પટેલે વિરમગાંવ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ (Hardik Patel) એ 15મી નવેમ્બરે ગુજરાતની વિરમગાંવ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ સાથે હાર્દિક પટેલે વિરમગામને જિલ્લાનો દરજ્જો અપાવવાનું વચન પાળતા જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ ઉમેદવારી પત્ર ભરતા પહેલા હાર્દિક પટેલે વિરમગામ નગરમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ નહીં પરંતુ વિરમગામના લોકો આ ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે, ભાજપના નેતા હાર્દિક પટેલે વિરમગાંવ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં તેમણે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, અમદાવાદના કાંકરિયા તળાવની તર્જ પર ઐતિહાસિક મુનસર અને ગંગાસર તળાવોનો પુનઃવિકાસ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના, યોગ્ય ગટર નેટવર્કનું નિર્માણ જેવા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, માસિક રૂ.1.25 લાખના વેતનનો ઉપયોગ પશુ પાલન અને શિક્ષા અને મતવિસ્તારમાં સામાજિક કાર્યો માટે વાપરવામાં આવશે. 
જનતા ભાજપના પક્ષમાં છે : હાર્દિક પટેલ
વિરમગામ બેઠક પર બોલતા તેમણે કહ્યું કે, “છેલ્લા 10 વર્ષથી આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો જીતી રહ્યા છે પરંતુ તેમ છતાં અહીં કોઈ વિકાસ થયો નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર રાજ્યના દરેક ગામનો વિકાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વિકાસ અને સંસ્કૃતિને બચાવવાની અમારી વિચારધારા સાથે અમને અહીંના લોકોનો પ્રેમ અને સમર્થન મળશે. તેમણે વધુમાં કહ્યું, “યુવાનોએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. હું કહેવા માંગુ છું કે રાજનીતિ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ વિચારધારાની લડાઈ છે. અમે સનાતન સંસ્કૃતિને બચાવવા માંગીએ છીએ અને અન્ય પક્ષો (આપ અને કોંગ્રેસ) દાવો કરે છે કે તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં માનતા નથી અને રામ મંદિર અને કલમ 370 હટાવવાની વિરુદ્ધ વાત કરે છે. અમારું વલણ સ્પષ્ટ છે કે અમને વિકાસ મોડલ જોઈએ છે જ્યારે તેઓ વિનાશ ઈચ્છે છે કારણ કે તેઓ જાણે છે કે કોઈ તેમને મત આપશે નહીં. અમે સાચા માર્ગ પર છીએ કારણ કે છેલ્લા 27 વર્ષથી લોકો નરેન્દ્રભાઈને સમર્થન આપી રહ્યા છે. તેઓ બે વખત વડાપ્રધાન બન્યા અને હું ઈચ્છું છું કે તેઓ આ વખતે પણ ચૂંટાઈ આવે.
2017 મા કેવી હતી સમસ્યાઓ?
હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ આજે જે મુદ્દાઓની વાત કરી રહી છે તેના કરતાં 2017મા વધુ મુદ્દા હતા. ભાજપે સમસ્યાઓ હલ કરી. ગુજરાતમાં લોકો ભાજપની સરકાર બનાવે છે. કોંગ્રેસ મુદ્દાના નામે લોકોને ભડકાવે છે. ગુજરાતમાં જ્યારે પણ આંદોલન થયું છે ત્યારે ભાજપે તે મુદ્દે કામ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોને વિશ્વાસની સરકારની જરૂર છે. મેં ઘણી વખત દસ લાખ લોકોની રેલીઓ જોઈ, ત્યારે પણ લોકોએ કહ્યું કે વિપક્ષના મુદ્દા સાચા છે, પરંતુ સરકાર ભાજપની હોવી જોઈએ. હાર્દિકે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઘણી વખત ગુજરાત આવે છે અને લોકો સાથે વાત કરે છે અને પોતાની જવાબદારી નિભાવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.