+

જામનગર કોર્ટમાં હાજર થયા હાર્દિક પટેલ, પાટીદાર આંદોલન સમયે નોંધાયો હતો કેસ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે જામનગર કોર્ટમાં હાજર થયા હતા. 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામà
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે જામનગર કોર્ટમાં હાજર થયા હતા. 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો. જેની આજે તારીખમાં તેઓ હાજર થયા હતા. 

જામનગર કોર્ટમાં હાજર થયા હાર્દિક પટેલ 

વર્ષ 2017 ની સાલમાં ધુતારપર-ધુળસીયા ગામમાં એક શાળામાં શૈક્ષણિક સભાની મંજૂરી લેવામાં આવી હતી. જે સભામાં હાર્દિક પટેલે પાટીદાર નેતા તરીકે હાજર રહ્યા પછી રાજકીય સભા અને સંબોધી હતી. જે મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું. જેને લઇને ધૂતાપર ધૂળસીયાના જાહેરનામાના ભંગના કેસમાં જામનગરની એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટેટ નંદાનીના કોર્ટમાં આજે ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર થયા હતા. આ વેળાએ તેઓ સાથે એડવોકેટ દિનેશ વિરાણી પણ જોડાયા હતા. 

પેપર લીક મામલે હાર્દિક પટેલે શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું, કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપવા આવ્યો છું. વિદ્યાર્થી પાંખ ABVP પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના રોકાવી જોઈએ, જે તે પરીક્ષાઓ પેપર લીક થાય તે અંગે સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપર લીકની ઘટના કોઈપણ સંજોગોમાં રોકવી જોઈએ. પેપર લીક રોકવા માટે કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter