Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વાનખેડેમાં પણ હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, દર્શકોએ રોહિત-રોહિતના લગાવ્યા નારા, Video

12:09 AM Apr 02, 2024 | Hardik Shah

Rohit Rohit Slogans in Wankhede Stadium : IPL 2024 ની 14 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (Mumbai Indians and Rajasthan Royals) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાઈ રહી છે. મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલિંગ (First Batting) કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, જે સમયે ટોસ (Toss) થઇ રહ્યો હતો ત્યારે એકવાર ફરી મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા (New Captain Hardik Pandya) ને દર્શકોએ પરેશાન કર્યો હતો અને રોહિત-રોહિતના નારા (Rohit Rohit Slogans) લગાવ્યા હતા. આ પછી સંજય માંજરેકરે (Sanjay Manjrekar) દર્શકોને સમજાવવું પડ્યું હતું.

સ્ટેડિયમમાં ‘રોહિત…રોહિત’ના નારા ગુંજ્યા

IPL 2024 સીઝનમાં પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં મેચ રમી રહી છે, જેમાં તેનો સામનો રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે થો હતો. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યાને પ્રથમ 2 મેચમાં સ્ટેડિયમમાં પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે આ ટ્રેન્ડ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં પણ જોવા મળ્યો હતો જ્યારે ટોસ સમયે ચાહકો હાર્દિકને બૂમ પાડતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ટોસ કંડક્ટ કરવા આવેલા સંજય માંજરેકરે કંઈક એવું કહ્યું જે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે માંજરેકર ટોસ માટે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ના મેદાને પહોંચ્યા ત્યારે તેમણે બંને કેપ્ટન વિશે જણાવ્યું અને જ્યારે તે હાર્દિક પંડ્યા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો તેમને બૂમ પાડવા લાગ્યા અથવા ટ્રોલ કરવા લાગ્યા. આવી સ્થિતિમાં માંજરેકરે કહ્યું- મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે તાળીઓ પાડો અને ચીયર્સ કરો. આ પછી, જ્યારે હાર્દિકે ટોસ પછી બોલવાનું શરૂ કર્યું, ત્યારે ચાહકોએ જોરથી બૂમો પાડી હતી. ટોસ હાર્યા બાદ સ્ટેડિયમમાં ‘રોહિત…રોહિત’ના નારા (Rohit Rohit Slogans) ગુંજ્યા હતા.

પ્રેક્ષકોએ રોહિત-રોહિતના લગાવ્યા નારા

જ્યારે ટોસ દરમિયાન હાર્દિક પંડ્યા અને સંજય માંજરેકર વાત કરી રહ્યા હતા ત્યારે દર્શકોએ હાર્દિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. મેદાનમાં હાજર કેટલાક દર્શકો રોહિત-રોહિતના નારા (Rohit Rohit Slogans) લગાવી રહ્યા હતા. જે પછી માંજરેકર હાર્દિકના બચાવમાં આવ્યા. તેમણે પ્રેક્ષકોને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે તાળીઓ પાડવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યારથી રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે ત્યારથી ફેન્સ ખૂબ જ નારાજ છે. આ સિઝનની શરૂઆત પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પછી તેને ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવવામાં આવ્યો. જ્યારથી મુંબઈનો કેપ્ટન બન્યો છે ત્યારથી હાર્દિકને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી દરેક જગ્યાએ ફેન્સ હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો – MI vs RR : મુંબઈની વધુ એક હાર, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે જીતી મેચ

આ પણ વાંચો – DC vs CSK : મેચ ભલે દિલ્હી જીતી, પણ દિલ તો Dhoni જીતી ગયો