Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Hardeep singh nijjar Video: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે

04:06 PM Mar 09, 2024 | Aviraj Bagda

Hardeep singh nijjar Video: ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep singh nijjar) ની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેનેડા (Canada) ના એક ગુરૂદ્વારાના પાર્કિંગ પ્લોટમાંથી સામે આવ્યો છે.

  • નિજ્જરની કાર રોકીને હત્યા કરવામાં આવી
  • એક પ્રત્યક્ષદર્શિનું નિવેદન
  • કેનેડા સરકારે ભારત પર લગાવ્યો હતો આરોપ

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હથિયાર બંધ સ્થાનિક વ્યક્તિઓ દ્વારા નિજ્જર (Hardeep singh nijjar) ની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. એક અહેવાલ અનુસાર એવુ સાબિત થઈ રહ્યું છે કે, Contract Killing ના શૂટરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી છે.

નિજ્જરની કાર રોકીને હત્યા કરવામાં આવી

કેનેડા (Canada) ના એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આ વીડિયો ધ ફિફ્થ એસ્ટેટ પાસેથી મેળવવામાં આવ્યો છે. આ હુમલાને સંકલિત હુમલો તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેમાં 6 માણસો અને 2 વાહનો સામેલ હતા. વીડિયોમાં Hardeep singh nijjar ગુરુદ્વારાના પાર્કિંગમાંથી કાર લઈને બહાર નીકળી રહ્યો હતો. ત્યારે એક કાર દ્વારા તેને રોકવામાં આવ્યો હતો. જોકે આ કારને જોતા તાત્કાલિક નિજ્જ (Hardeep singh nijjar) પર પોતાની કારમાંથી બહાર નીકળીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ હત્યારો દ્વારા તેના પર તાત્કાલિકા ધોરણ ગોળીબાર કરવામાં આવ્યો.

એક પ્રત્યક્ષદર્શિનું નિવેદન

આ ઘટનાની નજીક એક મેદાન આવેલું હતું. ત્યાં રમી રહેલા લોકો ગોળીઓનો અવાજ સાંભળીને તાત્કાલિક Hardeep singh nijjar ની ગાડી પાસે આવી ગયા હતા. એક પ્રત્યક્ષદર્થી પંજાબી વ્યક્તિએ જણાવ્યું હતું કે, બે લોકોને ભાગતા જોયા હતા. જ્યારે તેમણે Hardeep singh nijjar ની પાસે જઈને તેની સંભાળ લેવાની ફરજ નિભાવી. તો તેના મિત્રને ભાગી રહેલા બે વ્યક્તિઓની પાછળ જવાનું કહ્યું હતું.

કેનેડા સરકારે ભારત પર લગાવ્યો હતો આરોપ

ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી નિજ્જરને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વર્ષ 2020 માં આતંકવાદી જાહેર કર્યો હતો. Hardeep singh nijjar ની 18 જૂન, 2023 ની સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના Prime Minister Justin Trudeau એ કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની ટીકા કરી હતી. જોકે, ભારતે આરોપોને “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો: Israel Gaza war : ગાઝામાં આકાશથી મોત , રાહત પેકેટ નાખતા પેરાશૂટ ન ખૂલતા પાંચનાં મોત