Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Harani Tragedy : બાળકે છેલ્લા શબ્દોમાં શું કહ્યું ,જુઓ video

05:24 PM Jan 19, 2024 | Hiren Dave

Harani Tragedy : વડોદરામાં બનેલી ગોઝારી (Harani Tragedy) ઘટના બાદ શહેરમાં શોકનો માહોલ છવાયો છે. બાળકોના મૃતદેહને જોઇ સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યુ છે. જેમાં મૃતક બાળકી સકીનાનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇ તમે પણ ગમગીન થઇ શકો છે.

 

 

મૃતક સકીના તેના મિત્ર સાથેના અંતિમ વીડિયો સામે  આવ્યો 

મૃતક સકીના તેના મિત્ર સાથેના અંતિમ વીડિયોમાં કહેતાં સંભળાઇ રહી છે કે આજ તો મજા આને વાલી હૈ. પણ તેને ક્યાં ખબર હતી કે આ વીડિયો તેનો અંતિમ વીડિયો બની રહેશે. વડોદરાના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી  દુર્ઘટના ઘટી હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે.

 

હિતેશ કોટિયા’નું નામ હરણી ‘હત્યાકાંડ’ ની FIR માં નોંધવામાં આવ્યું

વડોદરાના હરણી ‘હત્યાકાંડ’માં બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું ‘કાંડ’ બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. હરણી ‘હત્યાકાંડ’માં જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. મૃતક ‘હિતેશ કોટિયા’નું નામ હરણી ‘હત્યાકાંડ’ ની FIR માં નોંધવામાં આવ્યું છે.

 

પોલીસની કામગીરી પર  ઉઠયા સવાલ

આ સાથે FIR માં આરોપી બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું એડ્રેસ પણ ખોટું બતાવવામાં આવ્યું છે. બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. FIR માં નોંધાયેલા સરનામાં વાળો 10, નીલકંઠ બંગલો, 2021 માં વેચી દેવાયો હતો. બે વર્ષ પહેલાં વેચી ગયેલા બંગલાના એડ્રેસનો FIR માં ઉલ્લેખ કરાયો છે. આ બંગલામાં અત્યારે અન્ય વ્યક્તિ રહે છે. હરણી ‘હત્યાકાંડ’ ની તપાસ હેઠળ ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે તે હવે એક મોટો સવાલ છે. આ સાથે પોલીસની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે.

 

શાળા સંચાલક રુસી વાડીયા જૂઠ્ઠુ બોલે છે

શુક્રવારે સવારે શાળા સંચાલક રુસી વાડીયાએ કહ્યું કે બોટવાળાએ ના પડવા છતાં વધારે લોકોને બેસાડ્યા હતા. તેમણે કહ્યું કે અમારું રોજનું છે કહીં જબરદસ્તી પાણીમાં લઈ ગયા હતા. હવે સવાલ એ થાય છે કે માસૂમ બાળકોને જબરજસ્તીથી બોટમાં બેસાડાય છે ત્યાં સુધી તેનો વિરોધ કેમ ના કરાયો. વાલીઓએ આરોપ પણ લગાવ્યો છે કે પિકનીકમાં ક્યાં લઇ જવાના છે તે વિશે શાળાએ કોઇ જ જાણ કરી ન હતી.

 

 

પ્રાથમિક તપાસમાં સ્કૂલે DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું સામે આવ્યું

ડીઇઓ વ્યાસે કહ્યું કે સ્કૂલ પાસેથી પ્રવાસ માટે ક્યા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની માહિતી માંગી છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલે DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું સામે આવ્યું છે. સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે અને સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે . સ્કૂલમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ભણે છે એટલે માન્યતા રદ કરવી એ ઉચિત નથી તેમ જણાવી ડીઇઓએ કહ્યું કે
સંચાલકોનો ખુલાસો આવ્યા બાદ આગળનો નિર્ણય કરાશે.

આ  પણ  વાંચો  Breaking Vadodara : શાળા સંચાલક ખુદ ઉઘાડા પડી ગયા..વાંચો આ અહેવાલ