Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કારગિલના જંગમાં પાકિસ્તાની સૈનિકોને હંફાવ્યા, દુશ્મનની ગોળી શરીરના આરપાર નિકળી અંતે શહીદી વ્હોરી

12:38 PM May 01, 2023 | Dhruv Parmar

દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોની ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી.

26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને ‘‘કારગિલ વોર’’ તરીકે ઓળખવામાં આવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આવો જાણીએ દેશની રક્ષા માટે કારગીલ યુદ્ધમાં શહીદ થનારા વીર સપૂતો વિશે…

આ કારગિલના યુદ્ધમાં ગુજરાતના પણ ઘણા જવાનો હતા કે જેમણે પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો. તેમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાંબાજ યુવાન ભલાભાઈ અખમભાઈ બારીયાએ દૂશ્મનોને હંફાવતા હંફાવતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપૂર ગામના ભલાભાઈ બારીયાનો જન્મ પિતા અખમભાઈ અને માતા ઝીણીબહેનના ઘરે થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધી લીધું હતું. તેઓમાં બાળપણથી જ દેશદાઝની લાગણી હોવાથી તેમણે સેનામાં જવાનું નક્કી કર્યું હતું અને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.

પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ખટકપૂર ગામના ભલાભાઇ બારીયાએ સામી ગોળીબારી વચ્ચે દુશ્મનોને માત આપી શહીદ થયા હતા. પરિવારજનો આજે પણ તેઓને યાદ કરે છે. ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં ભલાભાઈ બારીયાની ખાંભી આવેલી છે. જેના પર અમર જવાન લખેલું છે. “જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઇ તેરા નામ રહેગા.” તેમના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે.