Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન

01:19 AM Jun 25, 2023 | Hardik Shah

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય મુલાકાત ભારતીય સમય અનુસાર શનિવારે (24 જૂન) સવારે પૂર્ણ થઈ હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકામાં વિદેશી ભારતીયોના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. વોશિંગ્ટનના રોનાલ્ડ રિગન સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- આજે અહીં મિની ઈન્ડિયા દેખાઈ રહ્યું છે. આ તે ભારત છે, જે તેનો માર્ગ, તેની દિશા જાણે છે. આ એ ભારત છે જેને પોતાના નિર્ણયો અને સંકલ્પો અંગે કોઈ મૂંઝવણ નથી. આ એ ભારત છે જે તેની ક્ષમતાને પ્રદર્શનમાં પરિવર્તિત કરી રહ્યું છે. ભારતની ક્ષમતા આજે સમગ્ર વિશ્વના વિકાસને દિશા આપી રહી છે. તેમણે કહ્યું કે, જ્યારે એક દેશ બીજા દેશ અને તેના લોકોની ભાવનાઓનું સન્માન કરે છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. ગત વખતે પણ ઘણી ઐતિહાસિક વસ્તુઓ મને પરત કરવામાં આવી હતી. હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું ત્યાં લોકોને લાગે છે કે તે યોગ્ય વ્યક્તિ છે. તેને સોંપો, તેને યોગ્ય સ્થાને લઈ જશે.

રિગન સેન્ટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યું હતુુ. અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ અને OTT India એ અમેરીકાથી વડાપ્રધાનશ્રીના આ ઐતિહાસિક પ્રવાસને કવરેજ આપ્યું હતું. રિગન સેન્ટર ખાતે એક પ્રકારે ભારતીયોનો મેળવડો જામ્યો હતો. ભારતના દરેક પ્રાતંના, દરેક કોમ્યુનિટિના લોકો અહીં હાજર હતા. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે ભારતીયો ઉત્સાહિત જોવા મળ્યા હતા. રિગન સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતા. અમેરીકામાં વસતા દરેક રાષ્ટ્રદુતોમાં (NRI) મોદી મેજીક છવાયો હતો. ગુજરાત ફર્સ્ટ અને OTT India એ દરેક સમુદાયના લોકો સાથે વાતચીત કર હતી.

પ્રેમભંડારીજી
ભગવાન મહાવીર દિવ્યાંગ સહાયતા સમિતિના ન્યૂયોર્કના પ્રમુખ કાર્યકર્તા
કુત્રીમ પગ લગાવવાની કામગીરી

અમે આભારી છીએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કે તેમના જ લીધે અમને ઈન્ડિયા ફોર હ્યુમિનિટ પ્રોગ્રામ હેઠળ ગાંધીજીના સિદ્ધાંતોને વિશ્વમાં ફેલાવવા માટે અમને પાર્ટનર બનાવ્યા છે. આ હેઠળ અત્યાર સુધીમાં 22 આંતરરાષ્ટ્રીય કેમ્પ થઈ ચુક્યા છે આ બધા જ કેમ્પનો ખર્ચ ભારત સરકારે આપ્યો હાલ અમારો કરાર રિન્યૂ થયો છે તેમાં વધુ 18 આંતરરાષ્ટ્રીય કેમ્પ કરવામાં આવશે. જેમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને વિદેશોમાં કુત્રિમ પગ ઉપલબ્ધ કરવામાં આવશે. અમે ગુજરાતમાં પણ સક્રિય છીએ. મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં સક્રિય છીએ. અમારા પ્રમુખ છે પદ્મભૂષણ મહેતા સાહેબ તેમણે 1975માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી 21 લાખ દિવ્યાંગોની સેવા થઈ ચુકી છે આ સમગ્ર વિશ્વનો અશક્ત લોકો માટેને સૌથી મોટો NGO છે. અમારી સંસ્થા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ છે તેને મોદી સાહેબે જ દિવ્યાંગ નવો શબ્દ આપ્યો. બંને દેશોના સંબંધો વિશે તેમણે જણાવ્યું કે, બંને દેશોના સંબંધો મજબુત થઈ રહ્યાં છે. અહીંની વડાપ્રધાનશ્રીની યાત્રા છે તેમાં સમય, શક્તિ, નાણાં ખુબ મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે મોદી સાહેબે અને વિશ્વના ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી છે મોદી સાહેબ જેમણે બીજી વખત અમેરીકન કોંગ્રેસના જોઈન્ટ સેશનને સંબોધિત કર્યું. એટલુ જ નહી, અમે અપ્રવાસીઓ (Immigrants) જે પુરા વિશ્વમાં 4 કરોડ છે તેમને નવી ઓળખ આપી છે સાથે જ તેમણે અમને એ કહીને માન વધાર્યું છે કે, જે સરકારી વિદેશસેવાના લોકો વિદેશ આવે છે તે રાજદુત હોય છે પણ આ જે આ NRI છે તે રાષ્ટ્રદુત છે. તેમના પ્રવાસથી દરેક સમુદાયમાં ઉત્સાહ છે.

અશોક પટેલ
ગોકુલ ધામ હવેલી
એટલાન્ટા

આજની તૈયારી સારી છે મોદીજીની રાહ છે મોદીજી આવશે પછી વધારે આનંદ આવશે અને તેઓ આવે તેની રાહ જોઈએ છીએ. મોદીજી આવે તેની રાહ જોઈએ છીએ. દરેક એક્સાઈટેડ છે. હું એટલાન્ટાની ગોકુળધામ હવેલી આવ્યો છું અમે અહીં આપણા બાળકોને ટ્રેઈન કરવા શક્ય બધુ જ કરીએ છીએ. અમારી ધો-1થી 9ની શાળા છે જેમાં અમે ભાષા, ભજન ભક્તિ બધુ જ શિખવી અને આપણી સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ કરી રહ્યાં છીએ.

વાસુદેવભાઈ
ઓરર્ગેનાઈઝેશન સેક્રેટરી ફોર ઓવર્સિસ BJP-USA
ગુજરાતી ફેડરેશનના સ્થાપક પ્રમુખ

જે પ્રમાણે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે તે મુજબ જ લોકોમાં એટલો બધો ઉત્સાહ છે દરિયાના લહેર જેવો ઉત્સાહ છે. મોદી સાહેબ હોય એટલે ગુજરાતી તો હોય જ પણ એ સિવાયની ભારતીય કોમ્યુનિટીના લોકો પણ ઘણા આ ઈવેન્ટને લઈને ઉત્સાહિત છે. ભાજપનો સેક્રેટરી હોવાથી હું દરેક ભારતીય કોમ્યુનિટિના સંપર્કમાં છું. કોઈ પણ કોમ્યુનિટિમાં હું જઉં છું તે પછી તેલુગુ, કોમ્યુનિટિ હોય, પંજાબી કોમ્યુનિટિ હોય કે કોઈ પણ કોમ્યુનિટિ હોય તે બધા જ ખુબ ઉત્સાહીત છે. જે રીતે નરેન્દ્રભાઈએ 1.4 બિલિયન લોકોને મારા જ પોતાના ગણી તેમણે જે જવાબો આપ્યા તે અમેઝિંગ હતો. દરેકને તેમના માટે ખુબ માન છે. અમે તેમના માટે ઘણું બધુ કરવા ઈચ્છીએ છીએ.

પ્રકાશભાઈ પટેલ
ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ અમેરીકા
ફાઉન્ડર વાઈસ પ્રેસિડેન્ટ

આ ઐતિહાસિક પળ છે. ગુજરાતી અને ભારતીય તરીકે અમને ખુબ ગર્વ છે અને છેલ્લા ત્રણ વર્ષ અહીં ઉત્સવનો માહોલ સર્જાયો છે. ગત ગુરુવારે ઈતિહાસ રચાયો વ્હાઈટ હાઉસમાં મોટી સંખ્યામાં આટલા લોકો ઉપસ્થિત રહ્યાં આવું લગભગ ક્યારેય નથી થયું. મારે મારા ભારતીય ભાઈ બહેનોને વિનંતિ અને પ્રણામ સાથે કહેવું છે કે, આવા વડાપ્રધાન પુરી દુનિયાના કોઈ પણ દેશમાં નથી અને આવતી ચૂંટણીમાં મારી સૌને વિનંતિ છે કે મોટી સંખ્યામાં ભારતીય ભાઈઓ બહેનો Vote for Modi અને જંગી બહુમતિ સાથે તેમને ચૂંટો તો જ ભારત અને દુનિયાનું સારું થશે.

અરવિંદ અંકલેશ્વરિયા
ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબને હું મારા તરફથી સેલ્યૂટ કરી રહ્યો છું. તેમણે જેટલુ અમારું કામ કર્યું છે તેટલું ભવિષ્યમાં બધાનું કામ થાય, જ્ય હિંદ.

દેવ ભરવાડ
પ્રમુખ, કેન્સાસ સીટી ગુજરાતી સમાજ
ફોગા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન, મેમ્બર

ખુબ જ એક્સાઈટેડ છું 20 વર્ષથી રહું છું. હું મોદી સાહેબનો ફેન છું જે રીતનું તેમનું નેતૃત્વ છે તેમાંથી ઘણું શિખવાનું છે. અમે બધા મોદીજીને આવકારીએ છીએ.

હું મૈં ભારત હુંના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર છું કે ભારતનું નામ ભારત જ હોવું જોઈએ. મોદીજીના આવવાથી અહીં ભારતીયોનું લેવલ અપ થયું છે. જે રીતે મોદીજી ભારતની વેલ્યૂ છે જેમ કે કોરોના વખતે વિશ્વને બચાવવા જે પ્રયાસ કર્યો. ઈકોનોમિ ક્ષેત્રે, અંતરિક્ષ ક્ષેત્રે સાથે જમીની સ્તેરે જે કામ કર્યું તેમજ ભારત અને વિશ્વની ચિંતા કરી. મોદીજીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપવાથી અને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધનથી ભારતનો દરજ્જો વધ્યો છે. સમગ્ર વિશ્વમાં આનાથી ખુબ આશા છે. વિશ્વાના અનેક લોકો મોદીજી પાસે ઘણી આશા છે. ચીનની વિસ્તારવાદી નીતિ તેનાથી વિશ્વને બચાવશે.

ખુબ એક્સાઈટેડ છું. મોદીજીનો ઉત્સાહ અમારો પણ ઉત્સાહ વધારે છે. તેમની વાતો અને એકદમ બોલ્ડલી મોટા મોટા નેતાઓને કહે છે તે પણ મને ખુબ પસંદ છે.

શ્રીકાંત મેનન
ખુબ ઉત્સાહ છે. દરેક કોમ્યુનિટિના લોકો હાજર છે અમે ત્રણ દિવસથી અહીં છીએ સુપર એક્સાઈટેડ છીએ. આ ઐતિહાસિક ક્ષણ છે. આપણા આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિક્સનું મોદીજીએ જે ભાષણ કર્યું. એમા પણ તેમણે એમ કહ્યું કે, ધ ટાઈમ ઈઝ નાઉ. એટલે કે હું 6 વર્ષ પહેલા આવ્યો હતો અને મેં કહ્યું હતું કે ભારત અને અમેરીકાના સંબંધો વિસ્તારવા જોઈએ અને ધ ટાઈમ ઈઝ નાઉ. તેમણે ટેબલ ઠોકીને કહ્યું હતું કે, ધ ટાઈમ ઈઝ નાઉ. દરેક વખતે જ્યારે મોદીજી આવે છે ત્યારે અમારું (ભારતીયોનું) દસ ગણુ સમ્માન વધી જાય છે તો હવે તો ખુબ વધ્યું છે. લોકો પુછે છે ઈન્ડિયન કોણ? કેપિટલ હાઉસમાં સમોસા મળે છે અને તેમને કહ્યું કે બાકીના થેપલા અને અન્ય વસ્તુઓ પણ કેપિટલ હાઉસમાં આવી જાય.

સિદ્ધાર્થ મહત
જ્યારે બે દેશો ટેબલ પર બેસીને વાત કરે છે ત્યારે તે દેશના વિકાસ માટેની વાત કરે છે. બંને દેશનું નેતૃત્વ સાથે બેસ્યું છે. મોટી વાતો તો થશે. બે સંસ્કૃતિ, બે રાષ્ટ્રો એકઠા થઈ રહ્યાં છે તે હિંદુસ્તાનીઓ માટે ખુબ સારી વાત છે કે બેસીને વાતચીત થઈ રહી છે અને વિકાસની વાતો થઈ રહી છે. અમે અહીં દેશને પ્રેઝન્ટ કરીએ. હમણા તમે જેમની સાથે વાત કરી આપણા શીખભાઈ યશપાલ ભાઈ તો આ આપણી ઓળખ છે. અમે ભારતને પ્રેઝન્ટ કરીએ છીએ.

સુધીરભાઈ બ્રહ્મભટ્ટ
ખુબ એક્સાઈટેડ છીએ કે આપણા વડાપ્રધાન અમેરીકામાં આવ્યા છે અને અમે ખુબ ખુશ છીએ અમે છેક મિસિસિપીથી આવ્યા છીએ. આનાથી બંને દેશના સંબંધો મજબુત થશે. આપણા લીડર મોદી બધાએ તેમની સાથે આવવું જ પડશે. પહેલી વખત કોઈ કોમ્યુનિટિને વ્હાઈટ હાઉસમાં બોલાવી હોય તેવું અમેરીકાના ઈતિહાસમાં પહેલીવાર થયું છે. દરેક દેશો આ રીતે આપણું સમ્માન કરશે. મોદીજીને તો હંમેશા આપણે થર્ડ વર્લ્ડ કંટ્રી (Third World countries) તરીકે ગણાતા હતા તેમણે આપણને ટોપ-5 દેશમાં લાવી દીધા. સમય બદલાશે આપણે નંબર-1 બનીશું. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે પુરુષાર્થને પ્રાર્થના. આ વસ્તુ હોય તો તમે ગમે ત્યાં આગળ વધી શકો., આ વસ્તુ આપણી પાસે છે આપણે આગળ પહોંચી શકીશું.

અહીં ઉપસ્થિત કેટલી મહિલાઓ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત
ભારત દેશને મહિલા ચલાવી રહી છે મોદીજીના આ વાત અંગે તેમણે જણાવ્યું હતું કે ખુબ સાચી વાત છે અમે ઘણાં એક્સાઈટેડ છીએ અને મોદીજીને નજીકથી જોવા આગળ બેસવા મળે એટલે વહેલી સવારે પાંચ વાગ્યાના અહીં આવી ચુક્યા છીએ.

મોદીજીમાં કંઈ બાબત તમને પસંદ છે તેના પર અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, મોદીજી દેશ માટે ખુબ મહેનત કરે છે તે બાબત પસંદ છે.

અજયભાઈ શાહ
અમે ખુબ ઉત્સાહીત અને આનંદમાં છીએ, મોદીજીનું અહીં આવ્યા એ અમારું સૌભાગ્ય છે. આનાથી બંને દેશોના સંબંધો સારા થશે. બે દેશો વચ્ચેના બિઝનેસ પહેલા આવી રીતની મુલાકાતથી વિશ્વાસ સંપાદન થાય છે તેથી આ ખુબ મહત્વની મુલાકાત છે. અમને એવું લાગે છે કે તે આવ્યા અને આવી રીતે બિઝનેસ મેન્સ અને અમેરીકન પ્રેસિડેન્ટ અને અમેરીકન ગવર્નમેન્ટ સાથે આવી રીતે મુક્ત મને વાત કરે છે તેનાથી ખુબ ફાયદો થશે.

વંદના શર્મા
વડાપ્રધાન મોદીને જોવા માટે ખુબ ઉત્સાહીત છે. કોઈ પણ બાબત હોય તેમનું ભારત માટેનું કમિટમેન્ટ છે. તેઓ દરેક ધર્મનું તેઓ સમ્માન કરે છે પણ તેઓ વિદેશમાં વસતા હિંદુઓ માટે ખુબ વિચારે છે તે મને ગમ્યું. એક પુરૂષ તરીકે તેમનું મહિલા સશક્તિકરણ વિશે આટલું બધુ વિચારવું તે ખુબ જ સારી વાત છે.

એક સિનિયર સિટીઝન સાથે વાતચીત
હું મોદીનો ફેન છું. તેથી તમે મોદીના ફેવરની વાતો જ મારી પાસેથી સાંભળી શકશો પણ 9 વર્ષના ગાળામાં તેમણે ઘણાં સારા પરિવર્તનો લાવ્યા, કોઈ આવું કરી શકે નહી. દેશમાં આવા આમૂલી પરિવર્તન લાવનાર તેઓ એક માત્ર જવાબદાર વ્યક્તિ છે. તેમણે પોતાની જાતે જ ઉદાહરણરૂપ બન્યા છે. લીડર લીડ, ચેરિટી બિઈંગ્સ હોમ. તેઓ ભ્રષ્ટાચાર મુક્ત છે અને પોતે કામ કરે છે અને બધા પાસે કામ બરોબર કરાવે છે.

નિખિલ પટેલ
ખુબ એક્સાઈટમેન્ટ છે ઈન્ડિયા માટે તેઓ જે કરી રહ્યાં છે તેનાથી એક્સાઈટેડ છું તેમનું ભાષણ સારું રહ્યું.

હેમેલ પટેલ
ખુબ સારું લાગી રહ્યું છે આ પળની ઘણા સમયથી રાહ જોતા હતા. હુ કાલે વ્હાઈટ હાઉસમાં પણ ગયો હતો અને યુનિટી માર્ચમાં પણ ગયો હતો. મોદીજી હૈ તૌ સબ કુછ મુમકીન હૈ. દેશનો જે વિકાસ થઈ રહ્યો છે તેમાં મોદીજીનો મોટો હાથ છે. આજે આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા છીએ જે આપણે ત્રીજી સૌથી મોટી બને તે વા પ્રયાસ કરી રહ્યાં છીએ. 2024માં મોદી સાહેબ આવશે તો જ શક્ય બનશે. તો સૌનો સાથે સૌનો વિકાસ થવો ખુબ જરૂરી છે. આપણા દેશની બહાર અમને ભારતીયોને આટલી ઓળખ બની રહી છે આપણાં દેશની બહાર જે ખુબ જરૂરી છે. ભારતના વિકાસ માટે તેથી હું ખુબ ખુશ છું.

અહીં ઉપસ્થિત અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, મારે એકજ મેસેજ મોદી સાહેબને મોકલવો છે કે, તેઓ પોતાનું ધ્યાન રાખે કારણ કે ઈન્ડિયાની તેમને ખુબ જરૂર છે.

બે બિઝનેસમેન
અમે મોદીજીની બધી જ ઈન્વેન્ટ અટેન્ડ કરી છે આ અમારા માટે ભારતીય તરીકે ગર્વની વાત છે કે મોદીજીએ જે આંતરરાષ્ટ્રીય રાજનીતિના મંચ પર જે ભારતને રાખ્યું છે તે કોઈ વડાપ્રધાને નથી કર્યું આ દરેક ભારતીયો માટે ગર્વની વાત છે અને અમે વિદેશમાં વસતા ભારતીયોને આજે જે સમ્માન મળે છે તે મોદીજીના કારણે છે. સંયુક્ત કોંગ્રેસમાં તેમને 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું છે તે ઐતિહાસિક છે. આટલા સમ્માન સાથે તેમને દરેકે સાંભળ્યા એ સમ્માનની વાત છે. આજની તારીખમાં ભારત કોઈ મદદ માટે અન્ય દેશો સામે જોતું હતું આજે ભારત મોદીજી તરફ જોઈ રહ્યાં છે.

નિશાંતભાઈ
મોદીજીનો ચાહક છું તેમણે NRI ને એટલું સમ્માન અપાવ્યું હું માત્ર અમેરીકાની વાત નથી કરતો, ઓસ્ટ્રેલિયા હોય, જાપાન હોય નાનો કે મોટો કોઈ પણ દેશ હોય પણ એક ભારતીય જે પણ બહાર ગયો તેને એક અલગ દ્રષ્ટીએ જોવામાં આવે છે તો આ એક ગર્વની વાત છે. આજે ઈન્ડિયાની એક નવી તસવીર છે.

આ પણ વાંચો – GUJARATFIRST@US : વડાપ્રધાનશ્રી NARENDRA MODI અંગે શું વિચારે છે અમેરીકામાં વસતો શીખ સમુદાય?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.