+

VADODARA : સસ્પેન્ડેડ ફાયર ઓફીસરની સ્પોન્સરશીપ શંકાના દાયરામાં

VADODARA : વડોદરાના સસ્પેન્ડેડ વિવાદીત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરની (VADODARA SUSPENDED FIRE OFFICER) સ્પોન્સરશીપ શંકાના દાયરામાં આવી છે. આ મામલાની ગંભીર નોંધ લઇને પાલિકા (VADODARA – VMC) દ્વારા આગામી બે…

VADODARA : વડોદરાના સસ્પેન્ડેડ વિવાદીત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરની (VADODARA SUSPENDED FIRE OFFICER) સ્પોન્સરશીપ શંકાના દાયરામાં આવી છે. આ મામલાની ગંભીર નોંધ લઇને પાલિકા (VADODARA – VMC) દ્વારા આગામી બે દિવસમાં ઝીણવટભરી તપાસ કરી માહિતી એકત્ર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ થકી નોકરી મેળવનારા અનેક ફાયર ઓફીસરોને પાણીચુ પકડાવી દેવામાં આવ્યું હતું.

નિકુંજ આઝાદને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકે નિમવામાં આવ્યા છે

વડોદરાના અગાઉના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા તેમના જ ફાયર જવાનને નશાની હાલતમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તે બાદ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી, ત્યાર બાદથી પાર્થ બ્રહ્મભટ્ટ ફરાર છે. આ ઘટનામાં ફરિયાદ બાદ વડોદરા પાલિકા દ્વારા પાર્થ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેઓની જગ્ચાએ નિકુંજ આઝાદને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકે નિમવામાં આવ્યા છે. પાર્થ બ્રહ્મભટ્ટ અગાઉ પણ વિવાદોમાં આવી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમની સ્પોન્સરશીપને લઇને આવેલો વિવાદ મુશ્કેલી સર્જે તેવો છે.

બોગસ હોવાના પ્રાથમિક આરોપો

સસ્પેન્ડ કર્યા બાદ પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મેળવવામાં આવેલી સ્પોન્સરશીપ શંકાના દાયરામાં આવી છે. પ્રાથમિક આરોપો અનુસાર, પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા નોકરી સમયે રજુ કરવામાં આવેલી સ્પોન્સરશીપમાં સુરતની કંપની તથા પુનાની ટ્રેઇનીંગના સર્ટીફીકેટ રજુ કરવામાં આવ્યા છે. જે બોગસ હોવાના પ્રાથમિક આરોપો લગાડવામાં આવી રહ્યા છે. આરોપોની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પાલિકા દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આરોપો સાબિત થયા તો પરત ફરવા સામે પ્રશ્નાર્થ

વડોદરા પાલિકાની ટીમ દ્વારા સુરત અને પુનામાંથી ઝીણવટભરી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અને તેના અભ્યાસ બાદ આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આરોપો સાબિત થયા તો પાર્થ બ્રહ્મભટ્ટનું ફાયર વિભાગમાં પરત ફરવા સામે પ્રશ્નાર્થો લાગી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ થકી નોકરી મેળવવાનું મોટું કૌભાંડ અગાઉ સામે આવ્યું હતું. જેની તપાસ બાદ સંખ્યા બંધ ફાયર ઓફીસરોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન વડોદરામાં થાય તો નવાઇ નહીં.

આ પણ વાંચો — VADODARA : તહેવાર સમયે પોલીસનું વ્યાપક લોકજાગૃતિ અભિયાન, વેપારી એસો.નો ટોણો

Whatsapp share
facebook twitter