+

VADODARA : ST ડેપોમાં પીવાના પાણી માટે વલખા, મુસાફરો બોટલ ખરીદવા મજબુર

VADODARA : વડોદરા (VADODARA) માં પીપીપી મોડેલથી તૈયાર કરવામાં આવેલા એસટી ડેપોમાં પીવાના પાણીની સમસ્યાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અને પાણી ખરીદીને પીવા માટે મજબુર બની રહ્યા છે.…

VADODARA : વડોદરા (VADODARA) માં પીપીપી મોડેલથી તૈયાર કરવામાં આવેલા એસટી ડેપોમાં પીવાના પાણીની સમસ્યાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અને પાણી ખરીદીને પીવા માટે મજબુર બની રહ્યા છે. નિયમીત અપડાઉન કરાત મુસાફરોનું કહેવું છે કે, વિતેલા 15 દિવસથી પીવાના પાણીના નળમાંથી પાણી નથી આવી રહ્યું. હાલ ઉનાળાની રૂતુના માહોલ વચ્ચે લોકોને પાણીની વધારે તરસ લાગે ત્યારે તેમણે ખરીદીને પીવું પડે છે. પહેલા નળમાંથી ઠંડુ પાણી આવતું હતું.

બેવડી રૂતુ હોવાથી વરસાદ સિવાય તમામ સમયે ઉનાળાની અસર વર્તાય

વડોદરામાં પીપીપી ધોરણે એસટી ડેપો તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પૂરના પાણીમાં અસંખ્ય વાહનો ગરકાવ થવાના કારણે એસટી ડેપોનું પાર્કિંગ ચર્ચામાં આવ્યું હતું. જેના પાણી ઉલેચવા માટે સંચાલકો દ્વારા પંપ મુકવા પડ્યા હતા. વડોદરા મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અને અહિંયા મધ્યગુજરાતમાં અવર-જવર પામતી મોટાભાગની એસટી બસોનું સ્ટોપેજ હોય છે. હાલ બેવડી રૂતુ હોવાથી વરસાદ સિવાય તમામ સમયે ઉનાળાની અસર વર્તાય છે. ત્યારે પાણીની તરસ લાગવી સ્વભાવીક છે. આ સ્થિતીમાં વડોદરાના એસટી ડેપોમાં પીવાના પાણીના નળ બંધ હાલતમાં છે. તેમાંથી પાણી આવતું નથી. જેના કારણે વડોદરા એસટી ડેપો પર અવર-જવર કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેની પાસે પૈસા નથી તે શું કરશે

મુસાફરો સર્વેએ તેમની વાત મુકતા જણાવ્યું કે, બરોડા સેન્ટ્રલ ડેપો મેઇન કહેવાય. છેલ્લા 15 દિવસથી અહિંયા પીવાના પાણીના નળમાંથી પાણી નથી આવી રહ્યું. મુસાફરો જેમની પાસે પૈસા છે, તેઓ પાણી ખરીદે છે. જેની પાસે પૈસા નથી તે શું કરશે. સંચાલકોએ મુસાફરો માટે વ્યવસ્થા કરવી જોઇએ. આટલો મોટો ડેપો છે, અમને બહુ તકલીફ પડી રહી છે. ઉનાળામાં પાણીની જરૂર પડે જ. અપડાઉન કરીએ છીએ. આનો કોઇ નિર્ણય આવે તો સારૂ. સામાન્ય માણસે પણ પાણી ખરીદવું પડે છે. જે જગ્યાનો પાણી માટે ઉપયોગ કરતા હતા તે બંધ છે.

આ પણ વાંચો — VADODARA : અચાનક પડેલા ભૂુવામાં ST બસનું ટાયર ખૂંપી ગયું, રેસ્ક્યૂ માટે ક્રેઇન બોલાવી

Whatsapp share
facebook twitter