+

Gondal નગરપાલિકાના અધિકારીઓને જગાડવા વેપારીઓ અને ખેડૂતોએ બોલાવી રામધૂન

પશુ વિચ્છેદનના લીધે અસહ્ય દુર્ગંધની સમસ્યા સર્જાય છે અવારનવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કાર્યવાહી થઈ નથી સત્તાધીશોને સદબુદ્ધિ આવે તે માટે લોકોએ રામધુન બોલાવી Gondal: ગોંડલ ખાતે ઘોઘાવદર રોડ પર…
  1. પશુ વિચ્છેદનના લીધે અસહ્ય દુર્ગંધની સમસ્યા સર્જાય છે
  2. અવારનવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કાર્યવાહી થઈ નથી
  3. સત્તાધીશોને સદબુદ્ધિ આવે તે માટે લોકોએ રામધુન બોલાવી

Gondal: ગોંડલ ખાતે ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે છેલ્લા ઘણા વર્ષોથી મારેલા ઢોરનું વિચ્છેદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિસ્તારના રહીશો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી તેમના દ્વારા અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં ત્યારે તંત્રને જગાડવા ઘોઘાવદર રોડના વેપારીઓ અને ખેડૂત દ્વારા રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થયા અભદ્ર વીડિયો, કોણે શેર કરી આ પોસ્ટ?

સત્તાધિશોને સદબુદ્ધિ આવે તે માટે લોકોએ રામધુન બોલાવી વિરોધ

બે વર્ષ પહેલા અહીંના રહીશો અને વેપારીઓએ હાઇકોર્ટમાં જાહેર હિતની PIL દાખલ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટ દ્વારા રહેણાક વિસ્તારમાં પશુ વિચ્છેદન તાત્કાલિક રોકવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં આજદીન સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થઈ નથી હાઇકોર્ટનો હુકમ હોવા છતાં સત્તાધિશો દ્વારા હુકમની કોઈ અમલવારી ન થતાં સત્તાધિશોને સદબુદ્ધિ આવે તે માટે લોકોએ રામધુન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: માતાની મમતા લજવાઈ! ગોધરા રેલવે સ્ટેશન પર રેલવેના ટોઇલેટ માંથી બાળક મળી આવ્યું

ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કર્યો પણ હવે જલદ આંદોલન કરવામાં આવશે

વિસ્તારમાં રહીશોએ જણાવ્યું કે, અહીં પશુ વિચ્છેદન અને પશુઓના મૃતદેહના નિકાલ થવાના લીધે અસહ્ય દુર્ગંધની સમસ્યા સર્જાય છે જેના કારણે રહીશોના દીકરી-દીકરાના લગ્ન પણ નથી થઈ રહ્યા અને અનેક વાર આ મુદ્દે ડેપ્યુટી કલેક્ટર, નાયબ મામલતદાર, મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે.તેમ છતા તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. તેથી રામધૂન બોલાવી વિરોધ નોંધાવીએ છીયે અને જો પંદરથી વીસ દિવસમાં પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અત્યાર સુધી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા હતા પણ હવે જલદ આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા

તંત્ર વહેલું જાગે તેવી રજૂઆત કરવામાં આવી

આ વિસ્તારના વેપારીઓનું કહેવું છે કે, હાડકાના કારખાનાના લીધે અસહ્ય દુર્ગંધથી મજૂરો કામ છોડીને જતા રહે છે. આદિવાસી વિસ્તારથી આવતા મજૂરો પણ પરેશાન છે તેમજ વિસ્તારમાં રહેતા રહીશો મેમોડિયન વિસ્તારના રહીશો પણ હવે થાકી ગયા છે. ઉપરાંત અહીં મૃત પશુઓનું વિચ્છેદન થવાના લીધે શ્વાન (કૂતરા) ઓની સંખ્યા વધારે છે. જેના કારણે અકસ્માતના બનાવો બને છે તો તંત્ર વહેલું જાગે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગોંડલ ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તારમાં હાડકાના કારખાનાથી દુર્ગંધ અને રોગચાળાના પ્રશ્નના લીધે આસપાસના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે, ટૂંક સમયામાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી સરકારની રહેશે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Whatsapp share
facebook twitter