+

Surat: બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નબીરાઓએ કૉન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી, પોલીસે શાન ઠેકાણે લાવી

નબીરાઓ સુરતમાં બ્રિજ પર ઉભી રહીં બનાવતા હતા રીલ નબીરાઓએ ટ્રાફિક પોલીસ કર્મચારીના ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો Suratપોલીસે ધરકડક કરીને નબીરાઓની ઠેકાણે લાવી Surat: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ…
  1. નબીરાઓ સુરતમાં બ્રિજ પર ઉભી રહીં બનાવતા હતા રીલ
  2. નબીરાઓએ ટ્રાફિક પોલીસ કર્મચારીના ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો
  3. Suratપોલીસે ધરકડક કરીને નબીરાઓની ઠેકાણે લાવી

Surat: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર વચ્ચે ક્રેટા કાર લઇ રીલ બનાવી રહેલા નબીરાઓને રોકવા ગયેલા ટ્રાફિક પોલીસ કર્મચારીના ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો હતો. એટલું નહીં પરંતુ કાર ચાલકને રોકવા ગયેલા નબીરા પોલીસ કર્મચારીને બોનેટ પર 300 મીટર સુધી લઈ ગયો હતો.જે અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના પગલે પોલીસ દ્વારા બે નબીરાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવા બદલ ગુનો

નોંધનીય છે કે, સુરત (Surat)ના સરથાણા પોલીસ મથક આજ વિસ્તારમાં આવેલા વાલક બ્રિજ ઉપર કેટલાક નબીરાઓ વાહનોની અવરજવર વચ્ચે ક્રેટા કાર લઇ સોશિયલ મીડિયા રીલ બનાવી રહ્યા હતા. જેના કારણે અન્ય વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. જે અંગેની જાન જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી વાલક બ્રિજ પર પહોંચ્યો હતો. જેથી પોલીસ કર્મચારીને જોઈ નબીરાઓ CRETA કાર લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.દરમિયાન કારને રોકવા જતા પોલીસ કર્મચારીને બોનેટ પર 300 મીટર દૂર સુધી કાર ચાલક નબીરા લઈ ગયો હતો. જે બાદ પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે સરથાણા પોલીસ દ્વારા આ મામલે પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવા બદલ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાં ઝઘડાનો બદલો લેવા ઘરઘાટીએ ડોક્ટરના બંગલોમાં કરી ચોરી

પોલીસે creta કાર પણ કબજે કરી લીધી

પોલીસની તપાસમાં સુરત (Surat)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો. જે વાયરલ વીડિયોમાં આ નબીરાઓ વાલક બ્રિજ પર ક્રેટા કાર લઇ યુવતીઓ જોડે રીલ બનાવતા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે નબીરાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન સરથાણા પોલીસે પ્રાંજલ રમેશભાઈ ખૈની અને ધૃપીન અશ્વિનભાઈ વાસાણીની ધરપકડ કરી હતી. સરથાણા પોલીસ મથકના એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે પણ આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસના ધ્યાને આવે છે ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે, સમાજના લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે જાહેરમાં અન્ય લોકોના જીવને જોખમના ઊભું થાય તે પ્રકારનું કોઈ પણ કૃત્ય ન કરવામાં આવે. જેથી કરી અન્ય લોકોના જીવ જોખમમાં ના મુકાય! હાલ તો આ બંને નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે creta કાર પણ કબજે કરી નબીરાઓની શાન ઠેકાણે પાડી છે.

આ પણ વાંચો: Ahom Dynasty: અહોમ સામ્રાજ્યના રાજાઓની સમાધિ સ્થળને મળ્યું વર્લ્ડ હેરિટેજનું સન્માન

Whatsapp share
facebook twitter