+

Surendranagar: આનાથી મોટું સન્માન બીજું કયું હોઈ શકે! શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ ચોધાર આંસુડે રડ્યા, જુઓ Video

એક સારો શિક્ષક પણ વિદ્યાર્થીઓ માટે મા સમાન દરજ્જો ધરાવે છે દસાડા નજીકના ઝેઝરી ગામની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ ધ્રૂસકેને ધ્રુસકે રડી પડ્યા Surendranagar: મા-પિતા પછી બાળકોને…
  1. એક સારો શિક્ષક પણ વિદ્યાર્થીઓ માટે મા સમાન દરજ્જો ધરાવે છે
  2. દસાડા નજીકના ઝેઝરી ગામની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો
  3. શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ ધ્રૂસકેને ધ્રુસકે રડી પડ્યા

Surendranagar: મા-પિતા પછી બાળકોને સૌથી વધારે લગાવ પોતાના શિક્ષક સાથે હોય છે. કારણ કે, બાળકો ઘર કરતા પણ વધારે સમય શાળામાં રહેતા હોય છે. તેથી શિક્ષકો સાથે બાળકોનો નાતો વધારે ગાઢ બની જતો હોય છે. ‘એક મા સો શિક્ષકની ગરજ સારે’ એવી કહેવત છે. જો કે એક સારો શિક્ષક પણ વિદ્યાર્થીઓ માટે મા સમાન દરજ્જો ધરાવે છે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા નજીકના ઝેઝરી ગામના શિક્ષક શાહબુદ્દીન મલિકની તેમના વતન નજીક નાવીયાણી ગામે બદલી થઈ છે. એ સમાચાર સાંભળીને બાળકોની સાથે આત્મીયતાથી જોડાયેલા એક શિક્ષક તરીકેની નિષ્ઠા અને લાગણીના તાંતણે બંધાયેલા વિદ્યાર્થીઓ વચ્ચેના દ્રશ્યો હાજર સૌ કોઈના આંખોના ખૂણ ભીના કરી દે એવા ભાવુક નજરે પડે છે.

શિક્ષકને વિદાય આપતી વખતે વિદ્યાર્થીઓ ધ્રૂસકેને ધ્રુસકે રડ્યા

એક શિક્ષકની વતન નજીક આવવાની ખુશીઓ પહેલા વહાલા બાળકોથી જુદા થવાની વેદના સ્પષ્ટ જોઈ શકાય છે. શિક્ષકને વિદાય આપતી વખતે વિદ્યાર્થીઓ ધ્રૂસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. ભાવુક બાળકોને જોઈને શિક્ષક પોતે પણ રડી પડ્યા હતા. એક શિક્ષક માટે આનાથી મોટું સન્માન શું હોઇ શકે. શિક્ષકની વિદાયથી બાળકો ચોધાર આંસુડે રડી પડ્યાં હતા. આ દ્રશ્યો જોઈને ગમે તેવા વ્યક્તિનું હ્રદય પીગળી શકે છે. એક શિક્ષક માટે આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે. આ જ તો સાચા શિક્ષકની અમૂલ્ય પૂંજી છે. જે પોતાના શિક્ષણ કાર્યકાળમાં કમાય છે.

આ પણ વાંચો: Rajkot: BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થયા અભદ્ર વીડિયો, કોણે શેર કરી આ પોસ્ટ?

શિક્ષકની વિદાયની વાત સાંભળી બાળકો રડી પડ્યા

અહીં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક આવેલી ઝેધરી ગામની પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષક શાહબુદ્દીન મલિકની બદલી થઈ છે. જે સમાચાર સાંભળીને બાળકો શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા. બાળકોને જોઈને શિક્ષક ખુદ પણ પોતાના પર કાબુના રાખી શક્યા અને રડી પડ્યાં હતા. આ શિક્ષકને મળેલું સર્વોત્તમ સમન્માન છે. એક બાળક પોતાના માતાને છોડતી વખતે જ આટલું રડતું હોય છે. પરંતુ અહીં તો બાળકોને શિક્ષક સાથે અનોખો નાતો બંધાઈ ગયો અને શિક્ષકની વિદાય આ બાળકો સહીના શક્યા! શિક્ષક પ્રત્યેનો બાળકોનો પ્રેમ અને લાગણી આંસુ રૂપે ઉભરાઈ આવી હતી.

આ પણ વાંચો: Panchmahal: માતાની મમતા લજવાઈ! ગોધરા રેલવે સ્ટેશન પર રેલવેના ટોઇલેટ માંથી બાળક મળી આવ્યું

આ પણ વાંચો: Surat: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા

Whatsapp share
facebook twitter