+

Gujarat ને ફરી એકવાર મેઘરાજા ધમરોળશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર વરસાદની હવામાન વિભાગે આપી આગાહી આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા Gujarat: હવામાન વિભાગે જણાવ્યું છે કે ટ્રફ લાઇનની…
  1. રાજ્યમાં ફરી એકવાર વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
  2. આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ
  3. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા

Gujarat: હવામાન વિભાગે જણાવ્યું છે કે ટ્રફ લાઇનની અસર હેઠળ સમગ્ર રાજ્ય (Gujarat)માં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે. હવામાન વિભાગ અનુસાર આજના દિવસ દરમિયાન ગુજરાત (Gujarat)માં થંડરસ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે આજે અમદાવાદ, ગાંધીનગર, અને આસપાસના જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તે ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Mehsana : કારને બચાવવા ST બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, નીચે પટકાતા મુસાફરનું મોત

બિહારમાં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું

હવામાન નિષ્ણાતના જણાવ્યાનુસાર અત્યારે બિહારમાં એક સિસ્ટમ સક્રિય છે, જે બંગાળની ખાડીના નજીક આવી રહી છે. ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. આજથી આવતી કાલથી વરસાદમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે, જે ખેડૂતો અને વિજળી સેવા માટે એક સકારાત્મક સિગ્નલ છે. પરંતુ હાલના સમયે રાજ્યના લોકોને સાવધાન રહેવા અને હવામાનના આગાહીઓનું પાલન કરવા કહ્યું છે.

આ પણ વાંચો: Dwarka Accident : 7 મૃતકોની ઓળખ આવી સામે, MP પરિમલ નથવાણીએ વ્યક્ત ક્યો શોક

આ જિલ્લાઓમાં છે હળવા વરસાદની આગાહી

આજે ખેડા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ અને મહિસાગર, સુરત, ડાંગ, તાપી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તથા દીવમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Navratri 2024 : ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને ખેલૈયાઓએ બિરદાવ્યો, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!

Whatsapp share
facebook twitter