Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય

09:16 AM Jul 27, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: ગુજરાતમાં થોડા સમયથી વરસાદ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy Rain) થશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદ (Heavy Rain) આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત રાજ્ય પર અત્યારે બે સિસ્ટમ સક્રિય

નોંધનીય છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાનો છે. જેથી દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે સાવચેતીના ભાગરૂપે દરિયા ના ખેડવા માટે સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા પ્રમાણે અત્યારે રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે, જેમ કે, ઓફશોર ટ્રફ અને સીયર જોન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો

આ પણ વાંચો: Paris Olympics 2024 ના પ્રથમ દિવસે આ ખેલમાં ભારતીય ખેલાડીઓ પદક મેળવી શકે છે!

આ પણ વાંચો: Paris Olympics 2024 નો આજથી પ્રારંભ, PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ…