+

Gujarat Rain : ભારે વરસાદના કારણે લોકો પરેશાન,અત્યાર સુધી 14,552 લોકોનું કરાયું સ્થળાંતર

Gujarat Rain :ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે અલગ-અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાને લઈ એનડીઆરએફની ટીમ દ્રારા રેસ્કયુ કરાયા છે.અત્યાર સુધી કુલ 1617 લોકોના રેસ્કયુ કરાયા છે.તો…

Gujarat Rain :ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે અલગ-અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાને લઈ એનડીઆરએફની ટીમ દ્રારા રેસ્કયુ કરાયા છે.અત્યાર સુધી કુલ 1617 લોકોના રેસ્કયુ કરાયા છે.તો સિઝનમાં અત્યારસુધી14,552 લોકોનું સ્થળાંતર કરાયું છે.સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને વડોદરા આસપાસ પડેલા ભારે વરસાદમાં 5125 લોકોને સ્થળાંતરીત કરાયા છે.ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં આજે 113 લોકોના રેસ્ક્યુ કરાયા છે.

વરસાદના કારણે આ સિઝનમાં 61 લોકોના મોત થયા છે

રાહત કમિશનર આલોક પાંડેએ વધુ જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધી વરસાદના આ સિઝનમાં કુલ 61 લોકોના મોત નોંધાયા છે. ત્યારે સિઝનમાં 73 તાલુકામાં 500 MM કરવા વધુ વરસાદ નોંધાયો છે.વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો છે. ત્યારે રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે. ત્યારે રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.

દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ , મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયા ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ  વાંચો  –Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

આ પણ  વાંચો  – Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!

આ પણ  વાંચો VADODARA : વડસરમાંથી વધુ 16 લોકોને સલામત બહાર કાઢતું NDRF

Whatsapp share
facebook twitter