Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો

07:55 AM Jul 27, 2024 | VIMAL PRAJAPATI

Gir Somnath: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે. જેમાં કાસ કરીને કરીને પર્વતીય વિસ્તારોમાં વરસાદ થયો છે. જેના કારણે પર્વતીય વિસ્તારે ખુબ જ અહ્લાદક અને રમણીય લાગી રહ્યા છે. ગીર ગીરગઢડાના જામવાડાના જમજીર ધોધ (Jamzir Waterfall)ના મનમોહક આકાશી દ્રશ્યો થયા ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલ (News Channel)ના ડ્રોન કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો જોતાં તમારા મનમસ્તિજમાં અહ્લાદક વાતાવરણ સર્જાઈ જશે. આ દ્રશ્યો જોતા પ્રક્રુતિએ ખુલ્લા હાથે ચોમાસાની ઋતુ દરમિયાન આશિર્વાદ આપ્યો હોય એવું લાગી રહ્યું છે.

ગીર સોમનાથમાં વરસાદની ઋતુ દરમિયાન લીલ ચાદર છવાઈ

ગીર જંગલમાં અને ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલુકામાં વરસાદની ઋતુ દરમિયાન લીલ ચાદર છવાઈ છે. આ દ્રશ્યોને જોવા માટે દેશ અને વિદેશમાંથી પર્યટકો ઉમટી પડતાં હોય છે. ગીર જંગલમાં પક્ષીઓના કલબલાટ વચ્ચે ગીર જંગલમાં આવેલ વિખ્યાત ધોધનો ડ્રોન નજારો અત્યંત મન મોહક બન્યા છે. નોંધનીય છે કે, અત્યારે પર્વતીય વિસ્તારોમાં ફરવા જવાની મજા ખુબ જ અલગ હોય છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ખાસ કરીને જ્યા ધોધ જોવા મળતો હોય તેવી જગ્યાઓ પર પર્યટકો જવાનું વધારે પસંદ કરતા હોય છે.

ગીરનાર અત્યારે પર્યટકો માટે મનમોહક બન્યો

નોંધનીય છે કે, અત્યારે મોટા ભાગના પર્વતીય વિસ્તારો ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને ગીરનાર તો અત્યારે ખુબ જ ફળ્યો છે અને મનમોહક બન્યો છે. આ સાથે સાથે પાવાગઢ અને અન્ય પણ ઘણાં પર્વતીય વિસ્તારો સોળે કળાએ ખુબ જ ખીલી ઉઠ્યા છે. આવા વિસ્તારોમાં ફરવા જવાનું થાય તો જાણે હિલ સ્ટોશન જેવો અનુભવ થાય છે, અને કુદરતી વાતાવરણનો અહ્લાદક વાતાવરણની અનુભૂતિ કરી શકાય છે. ચોમાસાની ઋતુમાં આવા વિસ્તારોમાં ફરવા જઈને અહ્લાદક વાતાવરણનો અનુભવ કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે.

આ પણ વાંચો: Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

આ પણ વાંચો: Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

આ પણ વાંચો: Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!