+

Dakor : રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતાં ભક્તો માટે ખુશીનાં સમાચાર, હવે મળશે આ ફ્રી સેવા

Dakor રણછોડરાયજી મંદિરે આવતા ભક્તો માટે ખુશીનાં સમાચાર આવતીકાલથી તમામ ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવાયો મહત્ત્વનો નિર્ણય ખેડા (Kheda) જિલ્લાનાં ડાકોર (Dakor) રણછોડરાયજી મંદિરે…
  1. Dakor રણછોડરાયજી મંદિરે આવતા ભક્તો માટે ખુશીનાં સમાચાર
  2. આવતીકાલથી તમામ ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે
  3. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવાયો મહત્ત્વનો નિર્ણય

ખેડા (Kheda) જિલ્લાનાં ડાકોર (Dakor) રણછોડરાયજી મંદિરે દર્શન કરવા માટે જનારા ભક્તો માટે એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. હવે, ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો ભૂખ્યા નહીં રહે. જી હાં, આવતીકાલથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. એવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Rajkot : Gujarat First નાં વધુ એક અહેવાલની ધારદાર અસર, લાંચ માગનાર પોલીસકર્મી સસ્પેન્ડ

આવતીકાલથી નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ

ખેડા જિલ્લાનાં (Kheda) ઠાસરા તાલુકામાં આવેલ ડાકોરમાં રણછોડરાયજી મંદિરે (Ranchodraiji Temple) વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરે આવતા ભક્તો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, ડાકોર રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે પધારતા તમામ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે. એટલે કે આવતીકાલથી તમામ ભક્તો વિનામૂલ્યો ભોજન લઈ શકશે.

આ પણ વાંચો – Banaskantha : ગરબા રમીને ઘરે જતાં બાઇકસવાર 4 યુવકોને ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર, 3 નાં મોત

ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જણાવ્યા મુજબ, રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી, હવે આવતીકાલથી આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં મંદિરે આવતા ભક્તોને લાભ મળશે. મંદિર (Dakor) દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – Gandhinagar : રવિવારે રજાનાં દિવસે CM એ બોલાવી કેબિનેટની બેઠક, નવાજૂની થવાના એંધાણ

Whatsapp share
facebook twitter