+

CM Gujarat-રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી કટોકટી માટે સક્રિય

CM Gujarat-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા અને તંત્ર દ્વારા લેવાતાં પગલાં પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…

CM Gujarat-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા અને તંત્ર દ્વારા લેવાતાં પગલાં પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી.

સ્થળાંતર અને આરોગ્યસુવિધાઓની જાણકારી મેળવી 

અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે CM Gujarat-શ્રી ભૂપેન્દ્ર પટેલે  જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો તાત્કાલિક અગ્રિમ ધોરણે ઉપાડવા સૂચનાઓ આપી હતી.

તંત્રની સતર્કતા અને સંકલનથી વ્યાપક નુકશાન અટક્યું 

CM Gujarat-શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતુંઆવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું .

સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા.

વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

માર્ગ-મકાન વિભાગને વાહન વ્યવહાર ફરી જલ્દી શરૂ થાય એ માટે સૂચન

માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.

લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ

રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ CM Gujarat-શ્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી.

માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

NDRF અને SDRF ટીમો પણ સતર્ક 

NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ

વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા CM Gujarat- શ્રી ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો- Mangroves-મેન્ગ્રોવ (ચેર) કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું

Whatsapp share
facebook twitter