+

Gujarat: CM Bhupendra Patel જશે દિલ્હીના પ્રવાસે, નીતિ આયોગની બેઠકમાં રહેશે હાજર

Gujarat: ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આવતીકાલે દિલ્હીના પ્રવાસે જવાના છે તેવી વિગતો સામે આવી છે.  અત્યારે મળી રહેલી વિગતો પ્રમાણે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠક…

Gujarat: ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આવતીકાલે દિલ્હીના પ્રવાસે જવાના છે તેવી વિગતો સામે આવી છે.  અત્યારે મળી રહેલી વિગતો પ્રમાણે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠક (NITI Aayog meeting) મળવાની છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આજે સાંજે દિલ્હી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહેવાના છે. જાણકારી પ્રમાણે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલ (Governing Council)ની 9મી બેઠક મળવાની છે. PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળશે તેવી જાણકારી સામે આવી છે.

કાલે દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે

ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નીતિ આયોગની બેઠક માટે દિલ્હી જવાના છે. તેઓ આવતી કાલે દિલ્હી ખાતે મળનારી નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે. આ સાથે સાથે દિલ્હી ખાતે મળનારી બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સલની 9 મી બેઠક આવતી કાલે દિલ્હી ખાતે મળશે. નોંધનીય છે કે, આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં નીતિ આયોગની મળવા જઇ રહી છે. જેમાં હાજર રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બોલવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે આ બેઠક

દિલ્હી ખાતે મળનારી આ બેઠકમાં દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહેવાના છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. જો કે, તેમાં કઈ બાબતે ચર્ચા થશે તેવી કોઈ જાણકારી સામે આવી નથી. અત્યારે તો માત્ર એટલી જ વિગતો સામે આવી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં મળનારી નીતિ આયોગની બેઠક (NITI Aayog meeting)માં હાજર રહેવા માટે આજે ગુજરાતથી રવાના થવાના છે.

આ પણ વાંચો: Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

આ પણ વાંચો: Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!

Whatsapp share
facebook twitter