+

Ahmedabad: NCC ખાતે 2 દિવસ કારગિલ દિવસની ઉજવણી, બંદૂકથી લઈને મશીનગનનું પ્રદર્શન

Ahmedabad: કારગિલ 26 જુલાઈ 1999 ના દિવસે પાકિસ્તાન પર ભારતીય જવાનો એ કારગિલ પર વિજય મેળવ્યો હતો એ દિવસને આજે 26 જુલાઈએ 25 વર્ષ થયા છે. આ ઐતિહાસિક દિવસની રજત…

Ahmedabad: કારગિલ 26 જુલાઈ 1999 ના દિવસે પાકિસ્તાન પર ભારતીય જવાનો એ કારગિલ પર વિજય મેળવ્યો હતો એ દિવસને આજે 26 જુલાઈએ 25 વર્ષ થયા છે. આ ઐતિહાસિક દિવસની રજત જયંતિ મહોત્સવ અમદાવાદ (Ahmedabad) NCC ખાતે મનાવવા માં આવ્યો છે. 2 દિવસના કાર્યક્રમમાં કારગિલ દિવસની રજત જ્યંતીની ઉજવણી ભાગ રૂપે 2 દિવસ વિવિધ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે હથિયારો નું પ્રદેશની અને કારગિલ દિવસ પર ફિલ્મ પણ દર્શાવવા માં આવશે કે જે દિવસે કેવી રીતે વિજય હાસિલ કર્યો હતો તે આખું દર્શાવતી ફિલ્મ પણ દર્શાવવા માં આવશે.

માર્ગદર્શન માટે બંદૂકથી લઈને મશીનગનનું પ્રદર્શન ગોઠવાયું

આજે કારગિલ દિવસ વિજયોત્સવ ના પચીસ વર્ષ પૂર્ણ થયા અને NCC ખાતે વિવિધ હથિયારો નું પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને NCC વિદ્યાર્થીઓ સહિત વન ગુજરાત નેવલના ગ્રુપના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સૈન્યમાં વાપરવામાં આવતા બંદૂકથી લઈને મશીનગનનું પ્રદર્શન આખું ગોઠવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ માટેની વિવિધ બોટ અને આધુનિક સામાન ડાયનામાઈટ, હેવી વ્હેકિલ અને મોર્ટર વગેરેનું પ્રદર્શન યોજાયું હતું અને તેમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તેમજ તેમને પોતાના અનુભવ વર્ણવાય તેવી રીતે વિદ્યાર્થીઓ પણ આ દિવસની ઉજવણીને લઈને ઉત્સાહ માં જોવા મળ્યા હતા.

લોકો નિહાળી શકે તમામ હથિયારનું પ્રદર્શન ગોઠવાયું

આ પ્રદેશની સ્કૂલના બાળકો અને લોકો માટે બે દિવસ ખુલ્લું મુકવમાં આવ્યું છે. પ્રદર્શન લોકો નિહાળી શકે તમામ હથિયારનું પ્રદર્શન અને સમજાવટ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આજે સાંજે કારગિલ વિજય દિવસની ફિલ્મ પણ NCC તાલીમાર્થીઓને બતાવવામાં આવશે. મહત્વનું છે કે, કારગિલ દિવસની ઉજવણી રૂપે આર્મીમાં વપરાતા હથિયારનું NCCના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આનું એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે આગળ જતાં તેમને આર્મીમાં જોઇન્ટ થવું હોય તો તે સર્ટિફિકેટ મહત્વનું ગણવામાં આવશે.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad: ક્રિકેટ સટ્ટો રમાડવાના કેસમાં શાહરૂખ ખાનની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

આ પણ વાંચો: Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

Whatsapp share
facebook twitter