Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Weather Update : રાજ્યમાં હવામાન વિભાગે કરી ભરઉનાળે વરસાદની આગાહી

10:47 AM Apr 10, 2024 | Hiren Dave

Gujarat Weather : રાજ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં (Gujarat Weather)પલટાની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનો ચાલુ હોવા છતાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ જોઇએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી…

 

ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં ભારે ગરમી પડતી હોય છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે.ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે પહેલાં જ મધ્ય ભારતમાં વરસાદ અને કરા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાવાની શક્યતા છે.

 

રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 13થી 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

પ્રીમોન્સુન એક્ટિવિટી પણ શરુ થશે

આટલું જ નહીં, પરંતુ તે પછીના બે દિવસ એટલે કે 14 અને 15 તારીખે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 અને 15 એપ્રિલે છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હમણાં 12થી 15 એપ્રિલ દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, આ સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી પણ શરુ થશે. માર્ચમાં પ્રીમોન્સુન એક્ટિવિટી અને જૂનથી વરસાદની શરુઆત થાય છે.

કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાનમાં રાજકોટ પણ શેકાયું. તો ભૂજમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. કેશોદ,ભાવનગરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 40.8 ડિગ્રી તાપમાન પહોંચતા અમદાવાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ હજુ પણ મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે.

 

 

આ  પણ  વાંચો Gondal: ગોંડલ માર્કેટ યાર્ડમાં 5.5 લાખની ચોરી કરનાર ચોરની પોલીસે કરી ધરપકડ

આ  પણ  વાંચો Vejalpur BJP Program: વેજપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન

આ  પણ  વાંચો HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત