+

Gujarat Weather ; ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ

Gujarat Weather: રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં મધ્ય ગુજરાતથી (Gujarat Weather) લઈ દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે…

Gujarat Weather: રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં મધ્ય ગુજરાતથી (Gujarat Weather) લઈ દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે વડોદરાના ડભોઇ (Dabhoi) માં કમોમસમી વરસાદના કારણે પતંગ બજારમાં પાણી ભરાયાંના દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યારે દાહોદ, સુરત (surat) ના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.

 

 

હાલમાં (Gujarat Weather)કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. માવઠાના કારણે ડભોઈના પતંગ બજારની હાલત કફોડી બની છે. આ સાથે જ કમોસમી વરસાદને કારણે મોટા પાયે નુકશાન થવાની સ્થિતિ જોવા મળી રહી છે.

 

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેમાં ઓલપાડના કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પર પાણી પાણી જોવા મળ્યું છે. આ વચ્ચે સ્યાદલા, કારેલી,મૂળદ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુ બન્યું છે. જેની સાથે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.

દાહોદમાં પણ મોડી રાતે મુશળધાર કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદથી વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.


રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે. ભર શિયાળે માવઠું વરસતા ઘઉં,ડાંગર,દિવેલા,કપાસ સહિતના પાકને નુકશાનની ભીતિ જોવામાં આવી રહી છે. તેમજ કપાસ,મકાઈ તુવેરના પાકને નુકશાનની ભીતિ જોવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો – GONDAL : પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ જેલ હવાલે

 

Whatsapp share
facebook twitter