+

Gujarat weather : રાજ્યમાં વહેલી સવારથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ

Gujarat weather : રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યા બાદ હવે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરમાં ઘટાડો થતા માવઠાએ…

Gujarat weather : રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યા બાદ હવે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરમાં ઘટાડો થતા માવઠાએ વિરામ લીધો છે. પરંતુ, બીજી તરફ ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછી માત્ર 7.4 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં રહ્યું છે. અમદાવાદ શહેરમાં 16.6 ડિગ્રી તાપમાન નોધાયુ છે

 

આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર , ડાંગ, નર્મદા, દાહોદ, પોરબંદર (Porbandar) સહિતના વિવિધ જિલ્લાઓમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદ પડ્યા બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉપરાંત, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે પણ ગુજરાતમાં લોકો કડકડાતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી કેટલાક દિવસોમાં પણ ઠંડીનું જોર (Winter) યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હટી છે. આથી રાજ્યમાં કેટલાક દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહે તેવી શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.6 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન16.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સિવાય ગાંધીનગરમાં 13, વડોદરામાં 12.2, દમણમાં 13.6 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 7.4 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, દાહોદ 10 ડિગ્રી, ડાંગ 9.5, ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત જેવો માહોલ બની ગયો હતો. શનિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીને પાર જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોચી ગયું હતુ. પરંતુ હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઘટતાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

 

માવઠું પડતા પાકને નુકસાન
જણાવી દઈએ કે, અગાઉ રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે પવન, કરાં સાથે માવઠું પડતા પાકને નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), પાટણ, દ્વારકા (Dwarka), જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છ (Kutch), અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ (Ahmedabad) સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણ ખેડૂત ચિંતામાં મૂકાયા હતા.

આ  પણ  વાંચો –WINTER : રાજ્યમાં ઠંડીનો ચમકારો, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

 

Whatsapp share
facebook twitter